વિડીયો: કોંગી ધારાસભ્યની દાદાગીરી: ટ્રાફિક પોલીસને માર્યો અને કહ્યું, તારી ચરબી ઉતારીશ અને બોલ્યા અભદ્ર ગાળો

ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે બહુચરાજીમાં સિદ્ધપુરના કોંગી ધારાસભ્ય ચંદનજી ઠાકોરની દાદાગીરી સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયોમાં ચેકપોસ્ટ પાસે TRBના જવાને ગાડી રોકતા ધારાસભ્યએ ફરજ પર હાજર કર્મીઓને ગાળો ભાંડી હતી. ઉગ્ર બોલાચાલી બાદ ચંદનજી ઠાકોરે TRBના જવાનને લાફો માર્યો હતો. લાફો મારીને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પ્રજાના પ્રતિનિધી સાથે દુર્વ્યવહાર અંગે ફરિયાદ લેવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ ન લેતાં ત્યાંથી નીકળી ગયા હતા.

જો કે આ ઘટનાને પગલે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કડક વલણ અપનાવી ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ કરવા મહેસાણા એસપીને આદેશ કર્યો હતો. ત્યાર બાદ મહેસાણા એસપીના આદેશને પગલે પોલીસે ચંદનજી ઠાકોર સામે જાહેરનામાના ભંગ, પોલીસની કામગીરીમાં રુકાવટ અને લોકડાઉન ભંગની ફરિયાદ નોંધાઈ છે.

દબંગાઈ કરનાર ચંદનજી ઠાકોર સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. તેમની સામે પોલીસની કામગીરીમાં રુકાવટ અને લોકડાઉનની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ભાજપને કોંગ્રેસ પર હુમલો કરવાનું મોકળું મેદાન મળી ગયું છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં TRB જવાન સામેનાં બિભત્સ વાણી-વર્તનનાં ટીવી -સોશિયલ મીડિયા પરનાં દ્રશ્યો જોઈને તમામ દર્શકોને આઘાત લાગે અને દુ:ખ થાય. જાનનાં જોખમે જે કર્મવીરો અને સેવાવ્રતીઓ પોતાની ફરજ બજાવે છે ત્યારે અભિનંદન આપવાને બદલે તેમનાં પર ગાળો વરસાવવી એ કોરોના વોરિયર્સનું અપમાન છે. પોતાની ફરજ બજાવતાં TRB જવાન સામે કોંગ્રેસનાં ધારાસભ્યે જે રીતે ધાકધમકી, ગાળાગાળી સાથે જે બીભત્સ વાણી-વર્તન-વ્યવહાર કર્યો છે, તે અશોભનીય અને નિંદનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *