બસની બહાર મોઢું કાઢ્યું ત્યાં સામેથી આવતા ટ્રકે બાળકનું માથું ધડથી અલગ કરી નાખ્યું- જાણો ક્યાં બની આ દર્દનાક ઘટના

આજકાલ ખુબ જ દર્દનાક અકસ્માત (Accident) સર્જાઈ રહ્યા છે. આપણે ફક્ત આવા અકસ્માત વિશે સાંભળીને જ ડરી જઈએ છીએ. ત્યારે એક આવો જ ભયાનક અકસ્માત…

આજકાલ ખુબ જ દર્દનાક અકસ્માત (Accident) સર્જાઈ રહ્યા છે. આપણે ફક્ત આવા અકસ્માત વિશે સાંભળીને જ ડરી જઈએ છીએ. ત્યારે એક આવો જ ભયાનક અકસ્માત મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ખંડવા (Khandva) માં મંગળવારે સવારે ઇન્દોર-ઇચ્છાપુર હાઇવે (Indore-Ichhapur Highway) પર સર્જાયો હતો.

11 વર્ષની બાળકી તમન્ના તેની માતા અને બહેન સાથે ખાંડવાથી બસમાં તેના સંબંધીના ઘરે લગ્નમાં જઇ રહી હતી. અચાનક તેને ઉલટી થવા લાગી. તેથી આમતેમ જોયા વગર તેણે બસની બારીમાંથી પોતાની ગર્દન બહાર કાઢી. તે સમયે સામેથી આવતા ટ્રકના ક્રોસિંગ પર તેનું માથું કપાય ગયું.

આ અકસ્માતમાં 11 વર્ષની તમન્નાનું બસમાં જ માથું કપાયને ધડથી અલગપડી ગયું. આ નિર્દોષ બાળકીનું આ ભયાનક મૃત્યુ જોયા બાદ લોકો સ્તબ્ધ થઈ ગયા. તમન્ના છઠ્ઠા ધોરણમાં તેની બહેન રૂબીના સાથે ભણતી હતી. તે મોટી અધિકારી બનવા માંગતી હતી. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોવાના લીધે તેના માતા-પિતા તેને મદરેસામાં ભણાવતા હતા.

તમન્ના લગ્નમાં જવા માટે ખૂબ જ ખુશ હતી અને તેણે જીદ કરીને પોતાના પિતા પાસે નવા કપડાં લેવડાવ્યા હતા.પરંતુ તે જ કપડાં લોહીથી લથબથ થઇ ગયા. આ તેની માતા અને અન્ય સંબંધીઓ જોઈ રહ્યા હતા. અવારનવાર આવી દુર્ઘટના ઘટે છે. પરંતુ આવી દુર્ઘટનાથી કોઈપણ માણસ શીખ લેતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *