ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉ (Lucknow) માં રવિવારે રાત્રે આવકવેરા વિભાગે (Income tax department) ચાર વેપારીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લગભગ 3 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. દરોડાની આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી.
આવકવેરા વિભાગે રકાબગંજ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન અમિત અગ્રવાલ અને નરેન્દ્ર અગ્રવાલના સ્થળો પર દરોડા પાડ્યા છે. હકીકતમાં, બે દિવસ પહેલા ગોંડામાં 65 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અને તે હવાલા કનેક્શન સાથે જોડાયેલા હતા. પૂછપરછ દરમિયાન ખબર પડી કે લખનૌના વેપારીઓ આ હવાલા ધંધામાં સામેલ છે. આ લીડના આધારે ઈન્કમટેક્સે રકાબગંજ સ્થિત 4 વેપારીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં એક બિઝનેસમેનના ઠેકાણા પરથી 2 કરોડ 70 લાખ રૂપિયા અને બીજાના ઘરેથી 30 લાખ રૂપિયા મળી આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે હવાલા કારોબારને લઈને આઈટી વિભાગ રાજ્યના વિવિધ શહેરોમાં દરોડા પાડી શકે છે.
યુપીમાં આઈટીની કાર્યવાહી ચાલુ છે
ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગ ઉત્તર પ્રદેશમાં દરોડા પાડી રહ્યું છે. IT ટીમોએ 13 જાન્યુઆરીએ જ હરદોઈમાં તમાકુના વેપારીના ઘરમાં દરોડા પાડ્યા હતા અને તે પહેલા અત્તર બનાવનાર કોરાબારી પીયૂષ જૈનના ઘરેથી પણ કરોડો રૂપિયા મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.