ગુજરાત(Gujarat): રાજ્યની ભુપેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે, શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવઓની કમિટિ અંગે પણ વિચારણા કરવામાં આવશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપવામાં આવશે તેવા આદેશો કરવામાં આવ્યા છે.
પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા આપવામાં આવે છે. જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જાહેર કરેલા સહાય વધારાની વિગતો:
શહીદ આર્મી જવાનના પત્નીને/કુટુંબને એક કરોડ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરવામાં આવી છે. જે હાલમાં એક લાખ રૂપિયા છે. સાથે રાજ્ય સરકાર દ્વારા પત્ની જીવિત રહે ત્યાં સુધી કે પુનર લગ્ન કરે તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી પાંચ હજાર રૂપિયાની સહાય સૂચિત કરવામાં આવી છે. જે હાલમાં 1000 રૂપિયા છે.
આર્મી જવાનો એનાયત કરવામાં આવતા પરમવીર ચક્ર પદક પુરસ્કારમાં એક કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરવામાં આવી છે. જે હાલના પુરસ્કારની રકમ 22,500 છે. આર્મી જવાન ને એનાયત કરવામાં આવતા અશોક ચક્ર પદક પુરસ્કારમાં એક કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરવામાં આવી છે. જે હાલના પુરસ્કારની રકમ 20,000 છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.