ગુજરાત(Gujarat): સામાન્ય રીતે ઉનાળા(Summer)ની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો લીંબુ(Lemon)નો ખૂબ ઉપયોગ કરે છે. લીંબુ શરબત(Lemon juice) પીવાથી શરીરને ઠંડક મળે છે. પરંતુ, લીંબુના વધતા ભાવને કારણે હાલ મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ(Budget) ખોરવાઈ ગયું છે. હાલમાં લીંબુનો જથ્થાબંધ બજાર ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો છે. ગ્રાહક સુધી 150 થી 200 રૂપિયા પહોચી રહ્યો છે.
આગામી એપ્રિલ મહિનામાં રમઝાન આવશે ત્યારે પણ લીંબુની મોટી માંગ રહેશે અને બજાર પણ ‘ટાઈટ’ રહેશે. અત્યારે ઉનાળામાં લીંબુ શરબત, શેરડીના રસના ધંધાર્થીઓને તેમજ ઘર વપરાશમાં મોટા પ્રમાણમાં લીંબુ વપરાય છે. લીંબુના ભાવમાં મોટી ઉથલપાથલ મચાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગમાં વધારો થાય છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો હોય કે પછી પડોશી દેશોમાં લીંબુના સપ્લાયમાં મહત્વનું માર્કેટમાં મહેસાણા મોટું નામ ધરાવે છે. હાલ મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં લીંબુનું ઉત્પાદન હજુ શરૂ નથી થયું. તેથી માલની અછત વચ્ચે ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે.
ઑફ-સિઝનમાં લીંબુનો જથ્થાબંધ ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો હતો. હાલમાં જથ્થાબંધ ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જેના કારણે રિટેલ માર્કેટ 130 થી 150 ટકા સુધી પહોંચી ગયું છે. આ અંગે વેપારીઓનું માનવું છે કે, હાલમાં માંગ વધુ છે અને આવક ઓછી હોય ત્યારે ભાવ ઉંચા છે. મહેસાણા જિલ્લાની ઉત્પાદન આવક વધતાં ભાવ ઘટશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.