શિક્ષણમંત્રીનું રાજીનામું? ગુજરાત છોડી દો કહેનારા જીતુ વાઘાણી સામે PM મોદીને જાણો કોણે કરી ફરિયાદ

ગુજરાત(Gujarat): ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ એવા નરેશ શાહે(Naresh Shah) રાજ્યપાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સહિતને ફરિયાદ કરીને જણાવતા કહ્યું છે કે, વાણી વિલાસ કરી…

ગુજરાત(Gujarat): ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ એવા નરેશ શાહે(Naresh Shah) રાજ્યપાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સહિતને ફરિયાદ કરીને જણાવતા કહ્યું છે કે, વાણી વિલાસ કરી સત્તાના જોરે શિક્ષણને વેપાર બનાવનાર સંચાલકો સાથે સાઠગાંઠ રચી વાલી અને વિદ્યાર્થીઓને ગુજરાત છોડીને જવાનું જાહેરમાં નિવેદન આપી રહેલા ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) સામે શિસ્ત ભંગના પગલા ભરવામાં આવે અને સાથે તેનું રાજીનામું લેવું જોઈએ.

જણાવી દઈએ કે, રાજકોટ ખાતે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જેમને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતુ હોય તે જે દેશ અને બીજા રાજ્યમાં સારું લાગે ત્યાં જતા રહેવા અંગેના નિવેદન સામે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ફરિયાદ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ચૂંટણી કમિશનર અને વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે. આ પહેલા પણ બાળકો ખુલ્લામાં ભણતા હોય તો ભલે ભણે અમે ભણ્યા હતા તેવા નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટમાં તે અંગેની સામે સુવો મોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાલી મંડળે કહ્યું છે કે, જીતુ વાઘાણી ગુજરાત છોડી બીજે ચાલ્યા જવાનું કહેનાર તમે કોણ છો? તમે તો પોતાને જનતાના સેવક ગણાવી રહ્યા છોને? જીતુભાઈ તમે માલિક કેવી રીતે બની ગયા ? જીતુ વાઘાણીએ આ કઇ વાતનો દંભ છે? આ રાજ્યની જનતા છે એક નહી હજાર વખત સવાલ પૂછશે અને દરેક સમયે તમારે સવાલનો જવાબ આપવો પડશે.

ગુજરાતની શિક્ષણ નીતિથી તમે સારી રીતે વાકેફ છો અને જો વાકેફ ન હોવ તો શિક્ષણમંત્રી જેવા પદ પર તમારે ના રહેવું જોઇએ. શિક્ષણમંત્રી વાલીઓની તકલીફ જુઓ તેઓ પોતાની અડધાથી વધારે કમાણી બાળકોના શિક્ષણ પાછળ લગાડી દે છે. ફી, નોટ-બુકસ, ડ્રેસ, ટ્રાન્સપોર્ટેશનના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે અને તમે આત્મમુગ્ધ બનીને ગુજરાતના શિક્ષણને દેશમાં સર્વશ્રેષ્ઠ કહી રહ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *