ભારત મેચ હારી જ ગયું હતું… જુઓ કેવી રીતે શાનદાર કમબેક કરી ભારતે બાંગલાદેશને હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે એડિલેડ ઓવલ મેદાન પર રમાયેલી ICC T20 વર્લ્ડ કપ-2022ની મેચમાં ડકવર્થ-લુઈસ નિયમ અનુસાર બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. આ સાથે તેણે…

ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે એડિલેડ ઓવલ મેદાન પર રમાયેલી ICC T20 વર્લ્ડ કપ-2022ની મેચમાં ડકવર્થ-લુઈસ નિયમ અનુસાર બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. આ સાથે તેણે સેમીફાઈનલમાં જવાની આશા મજબૂત કરી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે બોલાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. વરસાદના કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રન બનાવવા પડ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ ટીમ છ વિકેટે 145 રન જ બનાવી શકી હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ભારત માટે ફરી એકવાર વિરાટ કોહલીનું બેટ ચમક્યું હતું. કોહલીએ આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી અને 64 રન બનાવીને અણનમ રહ્યો. તેના સિવાય ઓપનર કેએલ રાહુલ પણ તેના ફોર્મમાં પરત ફર્યો હતો અને તેણે અડધી સદી ફટકારી હતી. રાહુલે 50 રન બનાવ્યા હતા. કોહલીને તેની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

લિટન દાસની બેટિંગથી ચાહકો મોઢામાં આંગળા નાખી ગયા…
185 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને તેની શરૂઆત લિટન દાસે કરી હતી. બાંગ્લાદેશ માટે અત્યાર સુધી શાનદાર ઇનિંગ રમી રહેલો નજમુલ હસન શાંતો વધુ તેજી બતાવી શક્યો નહોતો. દાસે અડધી સદી ફટકારી હતી. સાત ઓવરની રમત પૂરી થઈ ત્યારે વરસાદ આવી ગયો હતો અને તેથી જ મેચ અટકાવી દેવામાં આવી હતી. આ સમયે દાસ 59 અને શાંતો સાત રન બનાવીને રમી રહ્યા હતા.

મેચ ફરી શરૂ થઈ ત્યારે બાંગ્લાદેશને 54 બોલમાં 85 રનની જરૂર હતી. આવતાની સાથે જ રાહુલે બાંગ્લાદેશને જોરદાર ઝટકો આપ્યો હતો. તેના શાનદાર થ્રો દ્વારા તેણે દાસને રન આઉટ કર્યો. દાસ 27 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ડગમગી ગઈ બાંગ્લાદેશની ટીમ
દાસના આઉટ થતા જ બાંગ્લાદેશ ડગમગી ગયું હતું. મોહમ્મદ શમીએ શાંતો (21)ને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી. આ પછી 12મી ઓવર લઈને આવેલા અર્શદીપે બે વિકેટ લઈને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધું હતું. આ ઓવરમાં તેણે આફિફ હુસૈન (3) અને ત્યારબાદ કેપ્ટન શાકિબ અલ હસન (13)ની વિકેટ લીધી હતી.આ પછી હાર્દિક પંડ્યાએ યાસીલ અલી (1) અને મોસાદ્દેક હુસૈન (6)ને પેવેલિયન મોકલીને ભારતની જીત નક્કી કરી હતી. આ પછી બાંગ્લાદેશની ટીમ મેચમાં વાપસી કરી શકી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *