વેસ્ટન ડીઝ સામેની પહેલી જ ‘વન ડે’ માં ભારત રચશે આ ઐતિહાસિક રેકોર્ડ- અત્યાર સુધી કોઈ ટીમ નથી કરી શકી એ…

ભારત (India) ક્રિકેટ (Cricket) માં ઘણું આગળ પડતું છે. એટલે જ ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના (Indian Criket Team) નામે છે. ભારતીય ટીમે અત્યાર સુધી 999 ODI મેચ રમી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ વનડે માં ટીમ ઈન્ડિયા એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહી છે.

વાસ્તવમાં, આ ભારતીય ટીમની 1000મી ODI મેચ હશે. ક્રિકેટમાં આ આંકડા સુધી પહોંચનારી તે પ્રથમ ટીમ બનશે. ભારતીય ટીમે 13 જુલાઈ 1974ના રોજ લીડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી. અત્યાર સુધીમાં તે 999 ODI મેચ રમી ચુકી છે.

ક્રિકેટમાં સૌથી વધુ વનડે મેચ રમવાનો રેકોર્ડ માત્ર ટીમ ઈન્ડિયાના નામે જ નોંધાયેલો છે. હવે તે 1000 ODI મેચ રમનારી પ્રથમ ટીમ બનવાનો રેકોર્ડ પણ નોંધાવવા જઈ રહી છે. અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. ભારત સામેની T20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત થઇ ચુકી છે, જેમાં પોલાર્ડ કેપ્ટન હશે.

1. ભારતઃ ટીમ ઈન્ડિયાએ 999 ODI મેચ રમી છે. આમાં ટીમે 518 મેચ જીતી છે અને 431 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

2. ઓસ્ટ્રેલિયા: અત્યાર સુધીમાં 958 ODI મેચ રમી ચુકી છે. તેણે 581 મેચ જીતી છે અને 334માં હારનો સામનો કરવો પડ્યો છે.

3. પાકિસ્તાનઃ આપણો પાડોશી દેશ આ યાદીમાં ત્રીજા નંબરે છે. પાકિસ્તાનની ટીમે 936 મેચ રમી છે. આ ટીમે 490 મેચ જીતી છે અને 417 મેચ હારી છે.

4. શ્રીલંકાઃ અન્ય એશિયાઈ દેશ ટોપ-5માં સામેલ છે. શ્રીલંકાએ 870 ODI મેચ રમી છે. લંકાની ટીમે 395 મેચ જીતી છે અને 432 મેચ હારી છે.

5. વેસ્ટ ઈન્ડિઝઃ વિન્ડીઝની ટીમ આ યાદીમાં પાંચમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝે અત્યાર સુધીમાં 834 વનડે રમી છે. આ ટીમે 406 મેચ જીતી છે અને 388 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *