કોહલીને મળ્યા બાદ રડી પડી આ ખેલાડીની માતા, વિરાટને મળ્યા બાદ આંખમાં આવી ગયા હરખના આંસુ

Virat Kohli Met With The Mother Of Joshua Da Silva: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 438 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ(Virat Kohli Met With The Mother Of Joshua Da Silva) ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી મોટી ઈનિંગ રમી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ તેની 76મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.

વિરાટ કોહલી માટે આ ક્ષણ ખૂબ જ ખાસ હતી. તેણે તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બન્યો. વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ઇનિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. મેચ પુરી થયા બાદ એક ખેલાડીની માતા વિરાટ કોહલીને મળીને ભાંગી પડી હતી. તે વિરાટ કોહલીને જોવા માટે જ સ્ટેડિયમમાં આવી હતી.

આ ખેલાડીની માતા રડી પડી
વિરાટ કોહલીએ પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં 121 રન બનાવ્યા. મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપરે વિરાટ કોહલીને કહ્યું હતું કે તે ઈચ્છે છે કે વિરાટ કોહલી આ મેચમાં સદી ફટકારે. તેણે એમ પણ કહ્યું કે તેની માતા વિરાટ કોહલીને જોવા માટે જ સ્ટેડિયમમાં આવી છે. વિરાટ કોહલીને જોવા માટે સ્ટેડિયમમાં આવેલી જોશુઆ ડા સિલ્વાની માતાએ પહેલા જ તેના પુત્રને કહી દીધું હતું કે તે માત્ર વિરાટ કોહલી માટે જ સ્ટેડિયમમાં આવી રહી છે.

હવે તેનું બીજું સપનું સાકાર થયું છે. મેચ પુરી થયા બાદ જોશુઆ ડા સિલ્વાની માતા વિરાટ કોહલીને મળ્યા અને તેમને મળ્યા બાદ ખૂબ જ ભાવુક થઈ ગયા. વિરોધી ટીમના ખેલાડીઓ હોય કે તેમના પરિવારના સભ્યો, દરેક જણ વિરાટ કોહલીના ફેન છે. વિરાટની આ બાબતો તેને એક મહાન ખેલાડી બનાવે છે.

વિરાટને મળ્યા બાદ જોશુઆની માતાએ શું કહ્યું?
વિરાટ કોહલીને મળવા સ્ટેડિયમ પહોંચેલી જોશુઆ ડા સિલ્વાની માતાએ તેને ગળે લગાવી અને તેની શાનદાર બેટિંગ બદલ અભિનંદન પાઠવ્યા. વિરાટ કોહલીને મળ્યા બાદ તેની માતાએ કહ્યું કે તે અને તેનો પુત્ર જોશુઆ વિરાટ કોહલીના મોટા પ્રશંસક છે. તે તેના માટે એક મોટી ક્ષણ હતી. તેની માતાએ પણ કહ્યું કે વિરાટ તેના દેશમાં ક્રિકેટ રમી રહ્યો છે તે ખૂબ જ સારી વાત છે. આ સિવાય BCCIએ વિરાટ કોહલીને લઈને તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં ફેન્સ વિરાટ કોહલીની બેટિંગના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *