કારગીલ વિજય દિને સુરતમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા 18 વીરજવાનોના પરિવારોને અપાશે 33 લાખની સહાય

Jai Jawan Nagrik Samiti in Surat to help the families of Veerajwans: જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી કારગીલ વિજય દિને ૧૮ વીરજવાનોના પરિવારોને સન્માન…

Jai Jawan Nagrik Samiti in Surat to help the families of Veerajwans: જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી કારગીલ વિજય દિને ૧૮ વીરજવાનોના પરિવારોને સન્માન સાથે સહાય અર્પણ કરવા સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. ૧૯૯૯ના કારગીલ યુદ્ધ સમયે સુરતમાં શરુ થયેલ સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી દર વર્ષે ૨૬મી જુલાઈ કારગીલ વિજય દિને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.(Jai Jawan Nagrik Samiti in Surat to help the families of Veerajwans)

આગામી ૨૬મી જુલાઈના રોજ વીરગતિ પામેલા બહાદુર જવાનોને પુષ્પાંજલી, ત્રિરંગાયાત્રા, રક્તદાન શિબિર, ચિત્રકારો દ્વારા કલાંજલી અને રાત્રે ૮ કલાકે વીરજવાનોના પરિવારોનું જાહેર અભિવાદન માટે સરદાર સ્મૃતિ ભવન ખાતે સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન થયેલ છે. ૧૯૯૯થી ચાલતી આ રાષ્ટ્રપ્રેમભરી પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં વીર શહીદોના ૩૮૦ પરિવારોને સન્માન સાથે કુલ રૂપિયા ૫.૭૮ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે.(help the families of Veerajwans)

સમર્પણ ગૌરવ સમારોહના અધ્યક્ષ સ્થાને મેજર જનરલ જગતબીર સિંહ(નિવૃત) ઉપસ્થિત રહેશે. મેજર જનરલ જગતબીર સિંહ સેનામાં વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત થયેલ છે. તેઓ સેલ્યુટ મેગેજીનના તંત્રી અને સરક્ષણ બાબતોના વિશ્લેશક પણ છે. ડીફેન્સ રીસર્ચ અને ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના પુર્વ જનરલ ડીરેક્ટર અને હાલ બ્રહ્મોસ એરસ્પેસના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ડૉ. સુધીર કે. મિશ્રા ખાસ ઉપસ્થિત રહેનાર છે. દેશની સુરક્ષા વ્યવસ્થાનો મહત્વનો ભાગ બ્રહ્મોસ મિસાઈલના જનક પૈકીના એક એવા ડૉ. મિશ્રા સુરતના મહેમાન બનનાર છે.

સુરતની જનતાએ હંમેશા રાષ્ટ્રીય ભાવનાના દર્શન કરાવ્યા છે. લોકોમાં રાષ્ટ્રીય ચેતના ધબકતી રહે તેવા ભાવ સાથે યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે વિશેષ મહિલા મહેમાનો પણ ઉપસ્થિત રહેનાર છે. વીરશહીદ મેજર ડી.આઈ.જી. શૈલેન્દ્ર સિંઘના પત્ની સંજુ સિંઘ ખાસ અતિથી તરીકે હાજર રહેનાર છે. તેઓ CRPF વીરજવાનોના પત્નીઓના સંગઠનના વડા છે. આ પ્રસંગે ASC બટાલીયનના મહિલા કમાન્ડીંગ ઓફિસર કર્નલ મેઘના દવે ઓનલાઈન હાજરી આપશે. તે ઉપરાંત ગુજરાતના પ્રથમ મહિલા આર્મી ઓફિસર કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે(નિવૃત) કાર્યક્રમના ખાસ અતિથી છે. વર્ષોથી જય જવાન નાગરિક સમિતિ સુરત સાથે સંકળાયેલા અને માર્ગદર્શક બ્રિગેડીયર બી.એસ. મહેતા અને લેફ. કર્નલ  મુકેશ રાઠોડ પણ હાજર રહેશે.

“રાષ્ટ્ર માટે કંઈક વિશેષ પ્રદાન કરનારનું સન્માન”
દેશની સેવા માટે વિશેષ કાર્ય કરનાર વ્યક્તિઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવનાર છે. સુરત સહીત ગુજરાતભરમાં લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવા અને ઉછેરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરનાર પર્યાવરણ પ્રેમી જે.કે. સ્ટાર મુંબઈના શૈલેષભાઈ પી. લુખી ને સન્માનિત કરાશે. હીરા ઉદ્યોગના યુવા અગ્રણીનું પર્યાવરણ જતન માટે નોંધનીય પ્રદાન કરે છે. દેશ માટે વીરગતિ પામનાર શહીદ જવાનોના પરિવારના ઘેર સોલાર રૂફ ટોપ ફીટ કરી આપનાર SRK ફાઉન્ડેશન તરફથી જયંતીભાઈ વી. નારોલાનું અભિવાદન થશે. ઘરનો આધાર ગુમાવનાર પરિવારના જીવનમાં ઘરે અંજવાળું કરવાના વિશેષ સેવા કાર્યને અભિનંદન સાથે જયંતીભાઈ નારોલાનું સન્માન કરાશે.

ભારતીય સંસ્કૃતિને જાળવવા તથા તેના કલાકારોને પ્રોત્સાહિત કરવા અને કલાનું ડોક્યુમેન્ટેશન માટે નોંધનીય કાર્ય કરનાર કલાતીર્થ ટ્રસ્ટના  રમણીકભાઈ ઝાપડીયા પણ સન્માનીય અતિથી છે. ચિત્રકલા અને શિલ્પ કલા વગેરે માટેના કલા સાહિત્યના તૈયાર થયેલ પુસ્તકોનું દુનિયાની ૮ ભાષાઓમાં ભાષાંતર થયું છે. અને તેને અમેરિકાના પુસ્તકાલયમાં સ્થાન મળેલ છે. ભારતીય કલા સંસ્કૃતિનું ઝતન વિશ્વભરમાં પહોંચાડવા માટેના પ્રયાસને પોંખવામાં આવશે.

શહીદ જવાનોના પરિવારો ને આર્થિક સહયોગ કરવા માટે કોઈ પણ વ્યક્તિ પાસે દાન માંગવા કે વિંનતી પણ કરવામાં આવતી નથી. રાષ્ટ્રપ્રેમી લોકો, શાળાઓ અને સંસ્થાઓ સ્વયંભુ સામેથી દાન આપી રહ્યા છે. આ રકમથી પરિવારોને સહયોગ અર્પણ થાય છે. સહયોગ માટે એકત્ર થયેલ દાન ફક્ત પરિવારો ને જ આપવામાં આવે છે. કોઈ પણ પરિવારને મળવા જનાર સ્વખર્ચે જાય છે. સમારોહનો તમામ ખર્ચ કોઈ સંસ્થા કે વ્યક્તિઓ આપતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી સમર્પણ ગૌરવ સમારોહના મુખ્યદાતા સાહિલ સ્ટાર છે. જે.આર. ગ્રુપના દિનેશભાઈ સાસપરા દાતા તરીકે મહેમાન છે. મહેમાનો માટેની રહેવા વગેરેની વ્યવસ્થા માટેનું સૌજન્ય ડોલ્ફિન ગ્રુપના મુકેશભાઈ ચોવટીયા તરફથી છે.

દરેક પરિવારો ને રહેવા જમવાની ઉતારા વ્યવસ્થા ઉમિયાધામ સુરત તરફથી પૂરી પાડવામાં આવે છે. કાર્યક્રમમાં મંડપ વ્યવસ્થા આકૃતિ મંડપ વાળા અશ્વિનભાઈ અકબરી તરફથી હોય છે. સૌરાષ્ટ્ર પટેલ ભવન, રામકૃષ્ણ વિદ્યાભવન, નવકલા સ્ટુડિયો, રોટરી ક્લબ સુરત ઇસ્ટ, મારુતિ યુવા ધૂન મંડળ, સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ તથા યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ગ્રુપ, રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો, તથા અનેક વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ વ્યવસ્થા સંભાળશે. છેલ્લા ૨૪ વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીયચેતના સભર ઉત્સાહ જોવા મળે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પ્રવેશ પાસ જરૂરી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *