નરાધમોએ જાહેરમાં જ લુંટી દીકરીની આબરૂ, એકસાથે કેટલાય નરાધમો એક યુવતી પર તૂટી પડ્યા- જુઓ વિડીયો

હાલમાં જ મધ્યપ્રદેશના(Madhya Pradesh) અલીરાજપુર જિલ્લાનો(Alirajpur district) એક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો છે. જેમાં કેટલીક યુવતીઓની જાહેરમાં છેડતી તેમજ અશ્લીલ હરકતો કરવામાં…

હાલમાં જ મધ્યપ્રદેશના(Madhya Pradesh) અલીરાજપુર જિલ્લાનો(Alirajpur district) એક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો છે. જેમાં કેટલીક યુવતીઓની જાહેરમાં છેડતી તેમજ અશ્લીલ હરકતો કરવામાં આવતી હતી.

શુક્રવાર સાંજથી સોશિયલ મીડિયા પર એક આપત્તિજનક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. જેમાં કેટલાક અજાણ્યા યુવાનો મેળામાં યુવતીઓ સાથે ખુલ્લેઆમ અશ્લીલ હરકતો કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ આ ઘટના વાલપુર(Walpur) ગામની છે. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતીઓ ભગોરિયા મેળો જોવા ગઈ હતી. આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડિયોના આધારે પોલીસ આરોપીને શોધી રહી છે. આ મામલામાં એસપી અલીરાજપુર પોતે વાલપુર ગામમાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી. SPએ આરોપીઓને વહેલી તકે પકડી લેવાનો દાવો પણ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વીડિયો ધારના રહેવાસી યુવકે બનાવ્યો હતો અને અલીરાજપુરના રહેવાસી યુવકે આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કર્યો હતો. બંને યુવકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસને આવેદનપત્ર પણ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *