કાર અને ટેમ્પાની ભયંકર અથડામણમાં 2 ના મોત, 4 ઘાયલ- ‘ઓમ શાંતિ’

ધૌલપુર(Dhaulpur) શહેરના નિહાલગંજ પોલીસ સ્ટેશન(Nihalganj Police Station) વિસ્તારના NH 3 પર કૃષિ પેદાશ બજાર(Agricultural Products Market) પાસે ટેમ્પા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.…

ધૌલપુર(Dhaulpur) શહેરના નિહાલગંજ પોલીસ સ્ટેશન(Nihalganj Police Station) વિસ્તારના NH 3 પર કૃષિ પેદાશ બજાર(Agricultural Products Market) પાસે ટેમ્પા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હતા. જેમને પોલીસ એમ્બ્યુલન્સ(Police ambulance)ની મદદથી જિલ્લા હોસ્પિટલ(District Hospital)માં લઇ જવામાં આવ્યા હતા. તેમજ બંને મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

ઘાયલોને જિલ્લા હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. ઓંડેલા ચોકીના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે, મુરેના બાજુથી આવી રહેલા ટેમ્પોને પાછળથી આવતી એક ઝડપી કારે ટક્કર મારી હતી. જેના કારણે ટેમ્પો આગળ ઉભેલી ટ્રક સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ચોકીના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે ટેમ્પોના ડ્રાઈવર રાજા ઉર્ફે જીતેન્દ્ર પુત્ર ભગવાન સિંહ નિવાસી હાથવાઈ ખેરિયા દંત નગર આગ્રા ઉત્તર પ્રદેશના રહેવાસીનું મૃત્યુ થયું છે. તેમજ અન્ય વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ઘાયલોમાં ગીતા, આરતી,  વિષ્ણુ, આયુષી ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેમજ અકસ્માત દરમિયાન કારમાં સવાર લોકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ પોલીસે કાર અને ટેમ્પોને કબજે કરી અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *