15 ઓગસ્ટના દિવસે INOX, PVR સહિત આ 12 થિયેટર્સમાં ફ્રીમાં જોઈ શકશો મુવી- જાણો કેવી રીતે મળશે સીટ?

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ(15 August Independence Day)ના અવસર પર ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ની રાજધાની લખનઉ(Lucknow)ના મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ(Multiplex Cinema Hall)માં મફતમાં ફિલ્મો બતાવવામાં આવશે. જેના માટે…

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ(15 August Independence Day)ના અવસર પર ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ની રાજધાની લખનઉ(Lucknow)ના મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ(Multiplex Cinema Hall)માં મફતમાં ફિલ્મો બતાવવામાં આવશે. જેના માટે લખનઉ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

આ હેઠળ રાજધાનીના 12 મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં દેશભક્તિની ફિલ્મો બતાવવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા મલ્ટીપ્લેક્સ સિનેમા હોલના નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે તે સિનેમા હોલની સંખ્યા સાથે જે ફિલ્મો બતાવવામાં આવશે તેના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લા મેજીસ્ટ્રેટે આપ્યો આદેશ:
જિલ્લા મેજિસ્ટ્રેટ વતી જણાવવામાં આવ્યું હતું કે “પાછલા વર્ષોની જેમ, રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ પર, જિલ્લામાં સંચાલિત મલ્ટિપ્લેક્સમાં દેશભક્તિની ફિલ્મો વિના મૂલ્યે દેખાડવામાં આવશે. હિન્દી ફીચર ફિલ્મનું નિ:શુલ્ક પ્રદર્શન પ્રથમ-આગત-પ્રથમ-આવતના આધારે કરવામાં આવશે

જિલ્લાધિકારીના આદેશ પછી મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં ફ્રીમાં દેશભક્તિની ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં કૃષ્ણા કાર્નિદાલ (આલમબાગ) સિનેમા હોલમાં ‘મેચ ઓફ લાઇફ” દેખાડવામાં આવશે. આ ઉપરાંત અન્ય તમામ સિનેમા હોલમાં રોકેટરી ફિલ્મ દેખાડવામાં આવશે.

બીજી તરફ, ફિલ્મ પીવીઆર સહારાગંજ, પીવીઆર સિંગાપુર મોલ ગોમતીનગર, સિનેપોલિસ ફન રિપબ્લિક ગોમતી નગર, સિનેપોલિસ વન અવધ ગોમતીનગર, વેવ મલ્ટિપ્લેક્સ ગોમતીનગર, ક્રિષ્ના કરનિવાલ આલમબાગમાં જોઈ શકાશે. કોઈપણ પ્રકારની માહિતી માટે આસિસ્ટન્ટ કમિશનર, સ્ટેટ ટેક્સ એસસી સિંઘ બિસેન અને કોમર્શિયલ ટેક્સ ઓફિસર સમર સિંહનો મોબાઈલ નંબર 7376113756, 9450461775 પર સંપર્ક કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *