કોઈએ ગુમાવ્યો ભાઈ તો કોઈએ ગુમાવ્યા પિતા… નદીમાં બોટ પલટી જતા 24 લોકો લાપતા- 3 લોકોના મોત

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બાંદા(Banda)માં બોટ દુર્ઘટના(Boat accident)માં લગભગ 24 જેટલા લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે. પોલીસે નદીમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢ્યા છે. બાંદામાં…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બાંદા(Banda)માં બોટ દુર્ઘટના(Boat accident)માં લગભગ 24 જેટલા લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે. પોલીસે નદીમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢ્યા છે. બાંદામાં બોટ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) બે મંત્રીઓ રામકેશ નિષાદ અને રાકેશ સચનને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે વળતરની જાહેરાત કરવામાં આવી છે.

બાંદામાં યમુના નદીમાં ગઈ કાલે બોટ દુર્ઘટનાની વિવિધ વાતો બહાર આવી રહી છે. હાલમાં આ અકસ્માત બાદ ગુરુવારે રક્ષાબંધનના તહેવાર પર અનેક પરિવારોમાં શોકનો માહોલ છે. આવી જ એક દર્દનાક કહાની સામે આવી છે, જેમાં એક ભાઈ તેની બહેનના સાસરિયાના ઘરેથી રાખડી બાંધીને ઘરે પરત ફરી રહ્યો હતો, પરંતુ નદીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું.

બહેને કહ્યું, ‘બોટમાં બેસીને અમે ઘણી વાર વાત કરી, પછી તેણે કહ્યું કે હોડીમાં પાણી ભરાઈ રહ્યું છે, અમે જીવન-મરણ વચ્ચે જુમી રહ્યા છીએ.’ પરિવારને આ વાતની જાણ થતાં જ ઘરમાં હાહાકાર મચી ગયો હતો. પરિવાર તેના ઘરે આવવાની રાહ જોઈ રહ્યો હતો, તેમને શું ખબર, કાલે તેમના પુત્રનો છેલ્લો દિવસ હશે. સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

તેવી જ રીતે 3 દિવસ પહેલા વિદેશથી કમાણી કરીને પરત ફરેલા એક વ્યક્તિનું બોટ પલટી જતા અકસ્માતમાં મોત થયાના સમાચાર છે. પતિ ઝુલ્લુ થોડા દિવસો પહેલા વિદેશથી કમાણી કરીને પરત ફર્યો હતો. તે ગઈ કાલે રક્ષાબંધનના તહેવારની ઉજવણી માટે તેની પત્ની જવિત્રીને તેના ઘરે મુકવા માટે ગયો હતો, પરંતુ પરત ફરતી વખતે તેનું મોત થયું હતું. મૃતકને બે પુત્ર અને એક પુત્રી છે.

અહીં પોલીસ પ્રશાસન, NDRF અને SDRFની ટીમ બચાવ કાર્ય કરી રહી છે. લાપતા થયેલા બે ડઝન લોકોને શોધવામાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર હાજર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે અને મૃતકોને 4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *