76માં સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કર્યું સંબોધન- દેશને આપ્યો આ નવો નારો

Independence Day PM Modi Speech: ભારત આજે તેનો 76મો સ્વતંત્રતા દિવસ(76th Independence Day) ઉજવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ લાલ કિલ્લા(Red Fort)ની ઐતિહાસિક પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દેશની આઝાદીના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આપણા નાગરિકો બાપુ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકરના આભારી છે. આ લોકોએ તેમના કર્તવ્ય માટે પોતાનો જીવ આપ્યો. કર્તવ્યનો માર્ગ એ તેમનો જીવન માર્ગ હતો. દરેક ભારતીયને ગર્વ થાય છે જ્યારે તે ભારતીય મહિલાઓ રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, ચેન્નમ્મા, બેગમ હઝરત મહેલની શક્તિને યાદ કરે છે. આ સાથે પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા ઘણી વાતો કહી હતી. અમે તમને લાલ કિલ્લા પરથી તેમના 9મા ભાષણની ખાસ વાતો જણાવી દઈએ.

જેમણે દેશને લૂંટ્યો તેમને પરત કરવું પડશે – PM મોદી
લાલા કિલ્લા પરથી દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “આજે આપણે બે મોટા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. ભ્રષ્ટાચાર અને ‘પરિવારવાદ’ અથવા તો ભત્રીજાવાદ. દેશને યોગ્યતાના આધારે આગળ લઈ જવા માટે આપણે આપણી સંસ્થાઓ, ‘પરિવારવાદ’ની શક્તિનો અહેસાસ કરવાની જરૂર છે. તેની સામે જાગૃતિ લાવવાની જરૂર છે. ભ્રષ્ટાચાર દેશને પોકળ કરી રહ્યો છે, આપણે તેની સામે લડવું પડશે.” તેમણે કહ્યું કે જેણે દેશને લુંટ્યો છે તેમને પરત કરવું પડશે. બેંક લૂંટારાઓની મિલકતો જપ્ત કરવામાં આવી રહી છે.

ભારત લોકશાહીની માતા – વડા પ્રધાન
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, “ભારત લોકશાહીની માતા છે. જેમના મનમાં લોકશાહી છે, તેઓ જ્યારે નિશ્ચય સાથે ચાલે છે, ત્યારે આ લોકશાહી માતા વિશ્વના મોટા સલ્તનતો માટે પણ સંકટ લાવે છે.” પીએમ મોદીએ કહ્યું કે આપણે જોયું છે કે ક્યારેક આપણી પ્રતિભા ભાષાના બંધનમાં બંધાઈ જાય છે. આ ગુલામી માનસિકતાનું પરિણામ છે. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ.

દેશને નવો નારો આપ્યો :
પોતાના સંબોધનમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયીને યાદ કરીને પીએમ મોદીએ આજે ​​લાલ કિલ્લાની પ્રાચી પરથી નવો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. આ પછી અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું અને હવે તેમાં જય અનુસંધાન ઉમેરવાનો સમય આવી ગયો છે. હવે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન નવો નારો.

આઝાદીના અમૃત ઉત્સવમાં આપણે ભૂલી ગયેલા લોકોને યાદ કરીએ છીએ – PM
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 14 ઓગસ્ટના રોજ ભારતે પણ પાર્ટીશન હોરર મેમોરિયલ ડે ની ઉજવણી કરી. દેશવાસીઓના ભારત પ્રત્યેના પ્રેમને કારણે દરેકે સુખ-દુઃખ સહન કર્યું. આઝાદીના અમૃત મહોત્સવમાં આપણને સૈનિકો, પોલીસ કર્મચારીઓ, અમલદારો, લોકસેવકો, જનપ્રતિનિધિઓ, શાસકો અને વહીવટકર્તાઓને યાદ કરવાનો અવસર મળે છે. તેમણે કહ્યું કે, જ્યારે આપણે આઝાદીની વાત કરીએ છીએ ત્યારે જંગલોમાં રહેતા આદિવાસી સમાજના ગૌરવને ભૂલતા નથી. બિસરા મુંડા સહિત અસંખ્ય નામો છે. જેમણે આઝાદીની ચળવળનો અવાજ બનીને અંતરિયાળ જંગલોમાં આઝાદી માટે મરી મીટવાની પ્રેરણા વ્યક્ત કરી હતી. એક સમય એવો પણ હતો જ્યારે સ્વામી વિવેકાનંદ, સ્વામી અરબિંદો, રવીન્દ્રનાથ ટાગોર ભારતની ચેતનાને જાગૃત કરતા રહ્યા. 2021થી શરૂ થયેલા આઝાદીના અમૃત મહોત્સવમાં દેશવાસીઓએ વ્યાપક કાર્યક્રમો કર્યા. ઇતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો ઉત્સવ થયો. આપણે એ મહાપુરુષોને પણ યાદ કર્યા જેમને ઈતિહાસમાં સ્થાન નથી મળ્યું કે તેને ભૂલી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *