સ્વતંત્રતા દિવસ પર ભુપેન્દ્ર સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ- મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો

ગુજરાત(Gujarat): ગુજરાત સરકાર(Gujarat Govt)ના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જાન્યુઆરી, 2022થી 3%નો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા કર્મચારીના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો…

ગુજરાત(Gujarat): ગુજરાત સરકાર(Gujarat Govt)ના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જાન્યુઆરી, 2022થી 3%નો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા કર્મચારીના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળવા પાત્ર થશે. તારીખ 1 જાન્યુઆરી, 2022 થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. પ્રથમ હપ્તો ઓગસ્ટ, 2022 બીજો હપ્તો સપ્ટેમ્બર 2022 ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસ 2022ના પગાર સાથે આપવામાં આવશે.

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 %નો વધારો 1 જાન્યુઆરી, 2022ની અસરથી આપવાનોમહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યોછે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવેલ છે, તે સરકારી કર્મચારીને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય મુજબ ગુજરાત સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળવા પાત્ર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તારીખ 01-01-2020ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 3% વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ,જાન્યુઆરીથી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઓગસ્ટ 2022ના પગાર સાથે તેમજ એપ્રિલથી જૂનના તફાવતની રકમ સેપ્ટેમ્બર 2022 ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર- 2022ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામને કારણે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણમાં વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *