ભારતનો મોટો એક્શન પ્લાન: સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’

India Airspace Closed for Pakistan: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. ત્યારે ભારત ફરી એકવાર (India Airspace Closed for Pakistan) પાકિસ્તાનની મુશ્કેલી વધારવાની તૈયારીમાં છે. જેમાં ભારત હવે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી શકે છે. તેમજ જળ માર્ગ પણ નિયંત્રણો લાદવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

હાલ ચીનના એર સ્પેશનો ઉપયોગ
ભારત હવે પાકિસ્તાન માટે એર સ્પેશ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થશે તો પાકિસ્તાનને મોટું નુકસાન થશે. પાકિસ્તાન એરલાઇન્સને હવાઇ યાત્રા માટે લાંબો રસ્તો અપનાવવો પડશે. પાકિસ્તાની ફ્લાઇટ્સ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો માટે હાલ ચીનના એર સ્પેશનો ઉપયોગ કરી રહી છે.

જળ માર્ગો પર પ્રતિબંધો લાદી શકે છે
ભારત પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર તેમજ જળ માર્ગો પર પ્રતિબંધો લાદી શકે છે. ભારત તેના બંદર અંગે પણ કાર્યવાહી કરી શકે છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સિવાય અનેક નિર્ણયો લીધા છે.

પાકિસ્તાને પાંચમાં દિવસે પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે, પરંતુ તેમ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ નથી હટી રહ્યું. તેણે સતત પાંચમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાને બારામુલ્લા સહિત અનેક સ્થળોએ ગોળીબાર કર્યો. તેણે તુટમારી અને રામપુર સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.