ભારત અને અમેરિકા વચ્ચે થયો ઐતિહાસિક કરાર, આ પાંચ વિષયો પર થયા હસ્તાક્ષર

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ‘Basic Exchange and Cooperation Agreement’ (BECA) કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આજે બંને દેશો વચ્ચે 2+2 સંવાદ થયો જેમાં…

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ‘Basic Exchange and Cooperation Agreement’ (BECA) કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આજે બંને દેશો વચ્ચે 2+2 સંવાદ થયો જેમાં સૈન્ય કરાર BECA સહિત 5 મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી. બેઠકમાં બંને દેશના રક્ષામંત્રીઓ અને વિદેશમંત્રીઓ મળ્યા હતા. અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ, અને રક્ષામંત્રી માર્ક એસ્પર, આજે હૈદરાબાદ હાઉસમાં બેઠક માટે પહોંચ્યા હતા.

ભારત અને અમેરિકા વચ્ચે BECA કરાર પર હસ્તાક્ષર બંને દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત તરફથી રક્ષા મંત્રાલયના અધિક સચિવ જીવેશ નંદને આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકા સાથે BECA પર હસ્તાક્ષરને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી છે અને કહ્યું કે, તેનાથી ભારત માટે માહીતીઓની આપ-લે ના નવા રસ્તા ખુલશે.

ભારત યુએસ સાથે આગળના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવા માટે ઉત્સુક છે. ભારત અને અમેરિકા વચ્ચે 2 પ્લસ 2 બેઠક ખુબ મહત્વની રહી છે. જ્યાં બંને દેશો વચ્ચે રક્ષામંત્રી અને વિદેશમંત્રીઓએ પરસ્પર અનેક વિષયો પર વિચારણા કરી હતી. બંને દેશો વચ્ચે BECA પર સહમતિ બની છે.

ત્યારબાદ હવે  બંને દેશો પરસ્પર આર્મીની જાણકારીઓ શેર કરી શકશે. સેટેલાઈટ અને અન્ય મહત્વના આઈટપુટ્સ મેળવવા માટે કોઈ રોકી શકશે નહી. કોઈ પણ રોકટોક વગર બંને દેશ એકબીજાને વિવિધ માહિતીઓ આપી શકશે. ટુ પ્લસ ટુ વિષયમાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ (BECA) કરાર થવા જઈ રહ્યો છે.

આ કરારથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. આ સમજૂતિથી અમેરિકી સેટેલાઈટો દ્વારા એકત્રિત કરાયેલી જાણકારી ભારત સાથે પણ શેર કરી શકાશે. આ સાથે જ અમેરિકાના સંવેદનશીલ સંચાર ડેટા પણ ભારત જાણી શકશે. તેનાથી ભારતીય મિસાઈલોની ક્ષમતામાં ખુબ વધારો થશે.

અને તે ખુબ જ ફાયદાકારક નીવડશે. આ સમજૂતિ એ બંને દોશોના સશસ્ત્ર દળો વચ્ચે વિસ્તારિત ભૂ-સ્થાનિક જાણકારી પણ શેર કરવાની મંજૂરી આપશે. આ બેઠક ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ અમેરિકી વિદેશમંત્રી અને રક્ષામંત્રી સાથે મુલાકાત કરી અને અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

વાતચીત શરૂ થતા પહેલા અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ દિલ્હી સ્થિત વોર મેમોરિયલ સ્થળે પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પર પણ ગયા હતાં. સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકરે પોત પોતાના સમકક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. આ સાથે અમેરિકી મહેમાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *