આખાં દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધતાં જાય છે, અને વિશ્વમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશોની યાદીમાં ભારત 3 સ્થાને પહોંચી ગયું છે. રશિયાને પણ પાછળ છોડીને ભારત કોરોના સંક્રમિતોની સંખ્યામાં 3 નંબરે પહોંચી ગયું છે. આ બાબતમાં અમેરિકા અને બ્રાઝિલ ભારતથી પણ આગળ છે.આ યાદીમાં પાકિસ્તાન 12માં નંબર પર છે. વર્લ્ડોમીટર મુજબ, ભારતમાં હાલનાં સમયમાં કુલ 6,87,760 કોરોનાનાં દર્દી છે, જ્યારે રશિયામાં અત્યાર સુધીમાં કુલ 6,81,251 કોરોનાથી સંક્રમિત કેસો સામે આવી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં આખાં દેશમાં કુલ 13,000થી પણ વધુ કેસો નોંધાયા છે. આવાં સમય દરમિયાન કુલ 13,856 કોરોનાનાં કેસો સામે આવ્યા છે.
જ્યારે રશિયામાં હાલમાં કુલ 6,81,251 કેસ છે, જેમાં પાછળનાં 24 કલાકમાં કુલ 6,736 કોરોનાનાં કેસ સામે આવ્યા છે. ત્રીજા સ્થાન પર પહોંચેલા ભારતથી આગળ હવે ફક્ત અમેરિકા અને બ્રાઝીલ રહી ગયા છે. જો કે, આ બંને દેશોમાં કોરોના સંક્રમણના કેસ ભારતમાં આવેલ કુલ સંક્રમણ કેસની સરખામણીમાં 2 ગણાથી પણ વધુ છે.
કોરોના વાયરસની આ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. જ્યાં અત્યાર સુધીમાં કુલ 29 લાખથી પણ વધુ એટલે કે કુલ 29,53,014 કેસ સામે આવી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં કુલ 17,244 નવા કેસો સામે આવી રહ્યાં છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 1,32,382 લોકોના મોત થઈ ચૂક્યા છે.
આ યાદીમાં અમેરિકા બાદ બ્રાઝીલનો નંબર આવે છે, જ્યાં કુલ 15,78,376 કોરોનાનાં કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે એમાંથી કુલ 64,365 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્રીજા સ્થાને પહોંચેલ ભારતમાં અત્યાર સુધીમાં કુલ 6,87,760 કેસ નોંધાઇ ગયા છે, જેમાંથી કુલ 19,568 લોકોના મોત થઈ ગયાં છે. ભારતમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુ તથા દિલ્હી કોરોના વાયરસથી સંક્રમિત સૌથી વધુ પ્રભાવિત રાજ્યો છે. જ્યાં કોરોનાનાં સંક્રમણનાં કેસ લાખનો આંકડો પણ વટાવી ચુક્યા છે.
એક સમયે યૂરોપમાં સૌથી વધુ કેર વરસાવનારી આ મહામારી હવે ત્યાં ધીમી પડી ગઈ છે. યૂરોપથી રશિયામાં સૌથી વધુ મહામારી ફેલાઇ ગઈ છે. રશિયા બાદ સ્પેનનો 6, ઈંગ્લેન્ડનો 8 અને ઈટલીનો 10 એ ટોપ 10 દેશોમાં સામેલ થયાં છે.
વર્લ્ડોમીટર મુજબ, ટોપ 10 દેશોમાં યૂરોપના કુલ 4 અને દક્ષિણ અમેરિકાના કુલ 4 દેશો સામેલ છે. સાઉથ અમેરિકન દેશોમાં બ્રાઝીલ બાદ પેરુ 5માં, ચિલી 7માં અને મેક્સિકો 9માં એમ ટોપ 10માં સામેલ છે. જ્યારે પાકિસ્તાનમાં કુલ 2,28,474 કેસ આવી ગયા છે, અને તે આ યાદી 12માં ક્રમે છે. ઈરાન 11માં ક્રમે છે, જ્યાં કુલ 2,40,438 કેસો આવી ચૂક્યા છે. ઈરાનમાં કુલ 11,571 લોકોના મોત આ મહામારીથી થયા છે. ટોપ 12 દેશોની યાદીમાં ભારત સહિત એશિયાના 3 દેશ પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news