ઉત્તરાખંડમાં લીપુલેખને (lipulekh) લઈને ભારત અને નેપાળ વચ્ચે તણાવ શરુ છે, આ દરમ્યાન ચીને ત્યાં પોતાના સૈનિકોને (Soldiers) તૈનાત વધારી દીધા છે. લિપુલેખ કાળાપાણીની ખીણમાં સ્થિત છે આ જગ્યા પર ભારત (India), નેપાળ અને ચીન વચ્ચે સતત વાતાઘાટો થઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ચીને 150 લાઇટ કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડ તૈનાત કરી છે. અહેવાલ મુજબ, આ બ્રિગેડ બે અઠવાડિયા પહેલા તિબેટથી ચીનના લીપુલેખ ટ્રાઇ-જંકશન તરફ તૈનાત કરવામાં આવી છે. આ ચીની સૈનિકોને સરહદથી લગભગ 10 કિલોમીટર દૂર પાલામાં તૈનાત કરવામાં આવ્યા છે.
જુલાઇમાં જ ચીને પાલા નજીક આશરે 1000 સૈનિકોને તૈનાત કર્યા હતા. ચીનના પીએલએ દ્વારા ત્યાં કાયમી ચોકી પણ બનાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, 15 દિવસ પહેલા આ જ વિસ્તારમાં 2000 થી વધુ વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. લિપુલેખ જીલ્લા પાસે 17,000 ફૂટની ઉંચાઇએ ભારતના માર્ગ નિર્માણને લઈને નવી દિલ્હી અને કાઠમંડુ વચ્ચે તણાવ ઉભો થયો છે. આનું કારણ એ છે કે, કાઠમંડુએ આ વિસ્તારને પોતા હોવાનો દાવો કર્યો છે.
ભારત દ્વારા બનાવવામાં આવતા માર્ગ દ્વારા કૈલાસ માનસરોવરની મુલાકાતે જતા યાત્રાળુઓ માટે મુસાફરીનો સમય ઓછો થઈ જશે. નેપાળે તાજેતરમાં એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો જેમાં આ ક્ષેત્રને પોતાનો હોવાનું જણાવી રહ્યું હતું, જેના પર ભારતે સખત વિરોધ કર્યો હતો. બીજી તરફ, ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (lac) પર સામ-સામે છે. સરહદ વિવાદને લઈને ત્રણ મહિનાથી વધુ સમયથી બંને દેશોની સૈન્ય વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
ચીને હંમેશાં ભારતીય પ્રદેશો રહી ચૂકેલા વિવિધ એલએસી સ્થળોએ યથાવત્ સ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતે આ અંગે વિરોધ પણ કર્યો છે અને ચીન સાથે તમામ સ્તરે આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે. ચીને પણ વાસ્તવિક નિયંત્રણ રેખાના ત્રણ ક્ષેત્રો પશ્ચિમ (લદ્દાખ), મધ્ય (ઉત્તરાખંડ, હિમાચલ) અને પૂર્વીય (સિક્કિમ, અરુણાચલ) માં સૈન્ય, તોપખાના અને સશસ્ત્ર વાહનો તૈનાત કર્યા છે.
ભારત અને ચીન વચ્ચે સરહદ તણાવ અનેક રાઉન્ડની સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો છતાં ઉકેલાયો નથી. પૂર્વી લદ્દાકમાં તેના સૈનિકોને ભગાડવાની પ્રતિબદ્ધતા પર ચીને કાર્યવાહી કરી નથી. ચીનની વિસ્તૃત નીતિ અને આક્રમક વલણને જોતાં ભારતે પણ સશસ્ત્ર દળોને સરહદ પર સંપૂર્ણ તૈનાત રહેવા સૂચના આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews