વિશ્વના 45 દેશોની ભારત માટે ગંભીર ચેતવણી: જો લોકડાઉન લાગુ નહિ કર્યું તો ભગવાન પણ નહિ બચાવી શકે…

ભારતમાં કોરોના કેસનો આંકડો ગણતરીની મીનીટોમાં બમણો થઇ રહ્યો છે. કોરોનાથી ભારતને બચવવા સરકારે પહેલા તો 4 લોકડાઉનના તબ્બકા કરી દીધા પણ પાંચમાં તબ્બકાથી બધું આડેધડ થઇ ગયું હોય તેવી લાગી રહ્યું છે. હાલ વિશ્વના 45 દેશોના કોરોના સંક્રમણના કેસોનો અને અન્ય પાસાઓનો અભ્યાસ કરાયો છે. જે સર્વે રિપોર્ટ ભારત માટે ગંભીર ચેતવણી સમાન છે. વિશ્વમાં ઘણાં દેશોએ લોકડાઉન લાગુ કર્યા બાદ કેસોમાં ઘટાડો આવતા અનલોક કરાયું છે. પરતું હજુ ભારતમાં આંકડો ઘટતો નથી તેમ છતાં અનલોક જાહેર કરી દેવામાં આવ્યું છે.

ભારતમાં 1 જૂનથી પાંચમા તબક્કામાં અનલોક ચાલુ થયું હતું. એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત એવા 15 દેશોમાંનો એક દેશ છે જ્યાં લોકડાઉનમાં છૂટ આપતાં નવા સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલની સ્થિતિ જોતાં આગામી સ્થિતિમાં ફરીથી લોકડાઉન લાગુ કરવું પડે તેવી સ્થિત પેદા થઈ શકે છે.

વિશ્વમાં 45 દેશોની સ્થિતિનું અવલોકન કરાયું જેમાં કેટલાક એવા દેશો છે જ્યાં લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં અવરજવર વધવાને કારણે ત્યાં નવા કેસો વધવાની સંભાવના છે. અને હાલના સમયમાં એવી જ રીતે ભારતના ઘણા વિસ્તાઓમાં કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 17 દેશો એવા છે જ્યાં અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે અનલોક કરાયું પરંતુ 13 દેશોમાં કોરોના પાછો ફરવાની સંભાવના છે. જ્યાં પદ્ધતિસર અનલોક થયું છે ત્યાં બીજા તબક્કામાં કોરોના સંક્રમણનો વેવ આવે તેવું લાગતું નથી. 15 દેશોમાં સેકન્ડવેવ આવી શકે છે.

લોકડાઉનમાં છૂટછાટથી લોકોની અવરજવર વધી અને રોજના કેસોમાં સામાન્ય વધારા સાથે ધંધા રોજગાર ચાલુ થઈ ગયા. જેના લીધે લોકોમાં કોરોનાનો ભય દૂર થયો. જેમ જેમ નવા કેસો ઘટશે તેમ લોકોમાં પોઝીટીવીટીમાં વધારો થશે. બીજી બાજુ જ્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યાં લોકોમાં ડરનો માહોલ પણ વધશે. એટલે ત્યાં કોરોના સંક્રમણ પણ વધશે. આવી સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવું પડી શકે છે. જેનાથી કોરોનાને અટકાવી શકાય.

વિશ્લેષણ રિપોર્ટમાં 45 દેશોની સ્થિતિનું અવલોકન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઓનટ્રેક, વોર્નિંગ અને ડેન્જર ઝોન. ભારત સહિત કેનેડા, ચિલી, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, સ્વિડન, સિંગાપુર દક્ષિણ આફ્રિકા જેવા દેશો આ ગ્રૂપમાં આવે છે. વોર્નિંગ ગ્રૂપમાં અમેરિકા અને યુકે આવે છે. જ્યારે ઓન ટ્રેકમાં ઈટલી, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *