ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતી એક ટીમે કહ્યું હતું કે, આગામી કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના વાયરસનો ચેપ ચરમસીમાએ આવશે. પરંતુ પરિસ્થિતિ બગડતી ગઈ અને સલાહકાર ટીમનો આ અંદાજ ખોટો સાબિત થયો. જોકે, આ ટીમનો તાજેતરનો અંદાજ તે વૈજ્ઞાનિકોના સૂચનની નજીક છે જે માને છે કે, મે મહિનામાં ભારતમાં કોરોના વધશે ત્યારબાદ કેસો ઘટવા લાગશે.
ભારતમાં દરરોજ ચાર લાખથી વધુ કોરોના ચેપના કેસો સામે આવવાનું શરૂ થયું છે. ગુરુવારે, કોરોનાના 412,262 નવા કેસોની પુષ્ટિ થઈ હતી જ્યારે 24 કલાક દરમિયાન 3,980 લોકો જીવલેણ વાયરસથી મૃત્યુ પામ્યા હતા. પરંતુ નિષ્ણાંતો કહે છે કે, આંકડા ઘટાડવામાં આવી રહ્યા છે. કારણ કે, સ્મશાન ઘાટ પર સ્મશાન માટે લાઇનો લાગી રહી છે. ઉપરાંત ચેપગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલોમાં પથારી અને ઓક્સિજન મળતું નથી. જોકે, આ આંકડાઓને લીધે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ બની રહ્યું છે.
બ્લૂમબર્ગ હૈદરાબાદમાં ભારતીય ટેકનોલોજીના પ્રોફેસર મથુકુમલ્લી વિદ્યાસાગરના હવાલે જણાવ્યું છે કે, “અમારી આગાહી મુજબ, આગામી કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના વધશે. “કાનપુર આઈઆઈટીના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલ દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડેલનો ઉલ્લેખ કરતાં પ્રોફેસર મથુકુમાલ્લી વિદ્યાસાગરએ કહ્યું કે, હાલના અનુમાન મુજબ, જૂનના અંત સુધીમાં રોજ 20,000 કેસ જોવા મળશે.
મણિન્દ્ર અગ્રવાલની ટીમે ખોટી આગાહી કરી હતી કે, એપ્રિલના મધ્ય સુધીમાં કોરોના વધશે. તાજેતરમાં જ મણિન્દ્ર અગ્રવાલે રોઇટર્સને જણાવ્યું હતું કે, કોરોના 3 થી 5 મે સુધી વધશે. આ પછી, તેમણે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે 7 મેના રોજ કોરોના ચેપ ચરમસીમાએ આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.