ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે આજે અને આવતીકાલે કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં બેંક યુનિયન પણ સામેલ રહેશે. બંધને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો દ્વારા પોત પોતાના સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે.
મજૂરો, ખેડૂતો અને સામાન્ય જનતાને અસર કરતી નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ટ્રેડ યુનિયનોએ કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ્યુનિકેશન, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, કોપર, બેન્કિંગ અને ઈન્સ્યોરન્સ સેક્ટરને પણ હડતાળની જાણકારી આપતા નોટિસ મોકલી આપવામાં આવી છે.
1. શ્રમિકો ખેડૂતો અને સામાન્ય જનતાને પ્રભાવિત કરનારી સરકારી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોના એક સંયુક્ત મોરચા દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન, મોટાભાગના કામકાજ પ્રભાવિત રહેશે.
2. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌર દ્વારા ન્યૂઝ એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવવામાં આવ્યું કે, તેમને ભારત બંધમાં 20 કરોડથી વધુ ઔપચારિક અને અનૌપચારિક કર્મચારીઓની ભાગીદારીની આશા છે.
3. આ ઉપરાંત, બેંક કર્મચારીઓ પણ આ ભારત બંધનો ભાગ રહેશે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની સરકારની યોજના સાથે બેંકિંગ કાયદા સંશોધક વિધેયક 2021ના વિરોધમાં બેંક યુનિયન હડતાળમાં ભાગ લઈ રહ્યા છે.
4. ભારતીય સ્ટેટ બેંક સહિત અનેક બેંકોએ નિવેદન બહાર પાડીને ગ્રાહકોને જાણ કરવામાં આવી છે કે, સોમવાર અને મંગળવારે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
5. બેંકો ઉપરાંત સ્ટીલ, તેલ, દૂરસંચાર, કોલસા, પોસ્ટ, આવક, તાંબા, અને વીમા જેવા અન્ય ક્ષેત્રના કર્મચારીઓ પણ હડતાળમાં ભાગ લે તેવી શક્યતા રહેલી છે. આ સાથે જ રેલવે અને રક્ષા ક્ષેત્ર સંલગ્ન યુનિયનો પણ આ બંધના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી શકે છે. આ ઉપરાંત, રોડવેઝ, પરિવહનના કર્મચારીઓ અને વીજ કર્મચારીઓ દ્વારા પણ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
6. ઉર્જા મંત્રાલયે આજે તમામ સરકારી કંપનીઓ અને અન્ય એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા, 24 કલાક વીજ પુરવઠો અને રાષ્ટ્રીય ગ્રીડની સ્થિતિ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ ઉપરાંત મંત્રાલયે એમ પણ કહ્યું કે, હોસ્પિટલો, સંરક્ષણ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓ માટે વીજ પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે 24×7 કંટ્રોલરૂમની સ્થાપના કરવી જોઈએ.
7. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કર્મચારીઓને સોમવાર અને મંગળવારે ડ્યૂટી પર હાજર થવા જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, ભારત બંધ હોવા છતાં રાજ્ય સરકારના તમામ કાર્યાલય ખુલ્લા રહેશે.
8. બંગાળ સરકારે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે, 28 અને 29 માર્ચે કોઈપણ કર્મચારીને આકસ્મિક રજા કે અડધા દિવસની રજા આપવામાં આવશે નહીં. આ અંગે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, જો કોઈ કર્મચારી રજા લેશે તો તેને આદેશનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને તેના પગાર પર પણ અસર થશે.
9. ભારતીય મજુરસંઘ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તે હડતાળમાં જોડાશે નહીં. સંઘે જણાવ્યું કે, ભારત બંધ રાજકીય રીતે પ્રેરિત હતો અને તેનો હેતુ રાજકીય પક્ષોની ગણતરીના એજન્ડાને આગળ વધારવાનો હતો.
10. અખિલ ભારતીય અસંગઠિત કામદારો અને કર્મચારી કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી હડતાલને સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બંધમાં સામેલ વર્ગો વતી બોલી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.