I.N.D.I.A ગઠબંધન કેરળની વાયનાડ (Wayanad Loksabha) સીટ પર પણ ટકી શક્યું નથી, જ્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાંસદ છે. ગઠબંધનમાં સામેલ સીપીઆઈએ આ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. CPI એ પોતાના વાયનાડ લોકસભા બેઠક પરથી એન્ની રાજા (Annie Raja Wayanad) ને ઉમેદવાર જાહેર કર્યા છે. CPIના મહાસચિવ ડી રાજાએ આ માહિતી આપી છે. આમ કોન્ગ્રેસેને દક્ષીણ ભારતના ગઢમાંથી મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસના યુવરાજ માટે સલામત બેઠક શોધવી પડશે.
કેરળના શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટમાં બીજા સૌથી મોટા ગઠબંધન સાથીદાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (CPI) એ આગામી લોકસભા ચૂંટણીમાં ચાર નિર્ણાયક બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, પાર્ટીના વરિષ્ઠ નેતા એની રાજાને (Annie Raja Wayanad) વાયનાડ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે, જે હાલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ સાંસદ પન્નિયન રવીન્દ્રન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર દ્વારા રજૂ કરાયેલી અન્ય નિર્ણાયક બેઠક તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે.
CPI પાર્ટીના સચિવ બિનોય વિશ્વમ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી. પૂર્વ કૃષિ પ્રધાન વીએસ સુનિલ કુમાર અને પાર્ટીની યુવા પાંખ AIYF ના નેતા સી એ અરુણકુમાર અનુક્રમે ત્રિશૂર અને માવેલીક્કારા બેઠક પરથી મેદાનમાં ઉતરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App