ભારતીય વાયુસેના હવે એટલી મજબૂત થઇ ગઇ છે કે ભારતને આંખ દેખાડતા પહેલાં હવે દુશ્મન સો વખત વિચારશે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ લડાકુ વિમાનોમાંથી એક અપાચે હેલિકોપ્ટર હવે ભારતીય વાયુસેનાનો હિસ્સો છે. મંગળવાર સવારે વાયુસેનાના પ્રમુખ એચ ચીફ માર્શલ બીએસ ધનોઆની હાજરીમાં પંજાબના પઠાનકોટ એરબેઝ પર 8 અપાચે હેલિકોપ્ટરને સામેલ કરાયા છે. આ એ જ પઠાનકોટ એરબેઝ છે જ્યાં 2016મા પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ હુમલો કર્યો હતો
એરબેઝ પર વાયુસેનામાં સામેલ થતા પહેલાં અપાચે હેલિકોપ્ટરની સામે નારિયેળ વધેરી પરંપરાગત રીતે તેનું સ્વાગત વાયુસેનાના બેડામાં કરાયું.આપને જણાવી દઇએ કે 60 ફૂટ ઊંચા અને 50 ફૂટ પહોળા અપાચે હેલિકોપ્ટરને ઉડાડવા માટે 2 પાયલટ હોવા જરૂરી છે. અપાચે હેલિકોપ્ટરની મોટી વિંગ ચલાવા માટે 2 એન્જિન હોય છે, તેના લીધે તેની રફતાર ખૂબ વધુ છે.
2 સીટર આ હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલો લાગેલી હોય છે. તેમાં એક સેન્સર પણ લાગેલી છે, તેના લીધે આ હેલિકોપ્ટર રાતમાં પણ ઓપરેશનને અંજામ આપી શકે છે. 365 કિલોમીટરની રફતારથી ઉડાન ભરનાર આ હેલિકોપ્ટરમાં 30 ML.ની બે ગન લાગેલી છે.
આપને જણાવી દઇએ કે આ હેલિકોપ્ટરની વધુમાં વધુ સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે. અપાચે હેલિકોપ્ટરની ડિઝાઇન એવી છે કે તેને રડાર પર પકડવી મુશ્કેલ હોય છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા આ અપાચે હેલિકોપ્ટર AH-64E દુનિયાના સૌથી એડવાન્સ મલ્ટી રોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે. ભારત અને અમેરિકાની વચ્ચે સપ્ટેમ્બર, 2015માં એક મોટી ડીલ થઇ હતી, તેના અંતર્ગત 22 હેલિકોપ્ટર ભારતને મળવાના છે. આની પહેલાં 27મી જુલાઇના રોજ 4 હેલિકોપ્ટર મળી ચૂકયા છે, જ્યારે આઠ હેલિકોપ્ટર મંગળવારના રોજ એટલે કે આજે મળી રહ્યા છે.
ભારતને અત્યારે બે બાજુથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એકબાજુ પાકિસ્તાન સતત કાશ્મીરને લઇ ભારતને ધમકી આપી રહ્યું છે તો બીજીબાજુ ચીન પણ તેને સાથ આપી રહ્યું છે. હવે ભારત આ મોરચાઓ માટે દરેક રીતે તૈયાર થઇ રહ્યું છે, જેથી કરીને સમય આવવા પર દુશ્મનના દાંત ખાટા કરી શકે.
તો જાણો અપાચે હેલિકોપ્ટરની શું છે ખાસીયતો અને કેવી રીતે કરે છે કામ
1. Boeing AH-64E અમેરિકી સેના અને અન્ય આંતરરાષ્ટ્રીય ડિફેંસ ફોર્સેઝ માટે એડવાંસ યુદ્ધ હેલિકોપ્ટર છે જે એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે.
2. અમેરિકાએ પોતાના આ અપાચે હેલિકોપ્ટરને પનામાથી લઈને અફઘાનિસ્તાન અને ઈરાક સુધી દુશ્મનો સામે મેદાનમાં ઉતાર્યું છે. ઈઝરાયેલ પણ લેબેનોન અને ગાઝા ટ્રીપ પર હાથ ધરવામાં આવતા પોતાના સૈન્ય ઓપરેશનમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.
3. આ હેલિકોપ્ટરને અમેરિકી સેનાના એડવાંસ અટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ માટે બનાવવામાં આવ્યું હતું. તેને પહેલી ઉડાન વર્ષ 1975માં ભરી હતી, પરંતુ તેને અમેરિકાની સેનામાં વર્ષ 1986માં શામેલ કરવામાં આવ્યું હતું.
4. અમેરિકા ઉપરાંત ઈઝરાયેલ, ઈજિપ્ત અને નેધરલેંડની સેનાઓ પણ અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.
5. અપાચે અટેક હેલિકોપ્ટરમાં બે જનરલ ઈલેક્ટ્રિક T700 ટર્બોશેફ્ટ એન્જીન છે અને આગળની તરફ એક સેંસર ફિટ કરવામાં આવ્યું છે જેના કારણે તે રાતના અંધારામાં પણ ઉડાન ભરી શકે છે. તે 365 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. આ ઝડપના કારણે તે દુશ્મનની ટેંકોને નેસ્તોનાબુત કરવાની ક્ષમતા ધરાવે છે.
6. તેનું વજન 5,165 કિલોગ્રામ છે અને તેમાં બે પાયલટ બેસી શકે છે. આ હેલિકોપ્ટરને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, તે યુદ્ધ ક્ષેત્રની દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે છે
7. આ હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રંગર મિસાઈલો બેસાડવામાં આવી છે અને બંને તરફ 30MMની બે ગન છે. આ મિસાઈલો પેલોડ એટલા તીવ્ર વિસ્ફોટોથી ભરેલા હોય છે જેના કારણે દુશ્મનોએ તેનાથી બચવું લગભગ અશક્ય છે.
8. અપાચે હેલિકોપ્ટરનું સૌથી ક્રાંતિકારી ફિચર છે તેનું હેલ્મેટ માઉન્ટેન ડિસ્પ્લે, ઈંટિગ્રેટેડ હેલમેટ અને ડિસ્પ્લે સાઈટિંગ સિસ્ટમ જેની મદદથી પાયલટ હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવેલી એટોમેટિક M230 ચેન ગનને પોતાના દુશ્મન પર પ્રહાર કરી શકે છે.
9. કોઈ પણ પ્રકારના હવામાનમાં, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય પણ અપાચે હેલિકોપ્ટર દુશ્મનો પર કહેર વરસાવવામાં સક્ષમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.