પાકિસ્તાનના આવા કાંડને કારણે ભારત ભોગવી રહ્યું છે હજારો કરોડનું નુકશાન

ભારત અને પાકિસ્તાનના સંબંધ પહેલાથી જ અણબનાવ જેવા જ રહ્યા છે અને ગયા વર્ષે પુલવામા આતંકી હુમલા બાદ કડવાહટમાં પણ ભારે વધારો થયો હતો. બંને દેશો વચ્ચેના આ તણાવની અસર હવે ભારતના અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી છે. પાકિસ્તાન અને ભારતની સરહદ પર સ્થિત શહેરોની અર્થવ્યવસ્થા બગડવા લાગી છે અને એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધી 18,000 કરોડ રૂપિયાથી વધુ એટલે કે 2.6 બિલિયન અમેરિકી ડૉલરનું નુકસાન ભારતને થઈ ચૂક્યું છે. ઈંગ્લિશ ડેલી હિન્દુસ્તાન ટાઈમ્સ તરફથી આ જાણકારી પ્રાપ્ત થઇ છે.

અમૃતસરને 30 કરોડનું નુકસાન

બ્યૂરો ઑફ રિસર્ચ ઑન ઈન્ડસ્ટ્રી એન્ડ ઈકોનોમિક ફંડામેન્ટલ્સના રિપોર્ટ અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ટેંશનની જે અસર અર્થવ્યવસ્થા પર પડી છે તેના આંકડા આપવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં પંજાબના અમૃતસર શહેરને થનાર નુકસાન વિશે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ અમૃતસર જિલ્લાને દરેક મહિને 30 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

ઘણા પરિવારો પર અસર પડી

જેની સીધી અસર 9354 પરિવારો પર પડી રહી છે. આ પરિવારોમાં 1724 પરિવાર વેપારીઓના, 4050 ટ્રક ડ્રાઈવર્સ અને 2507 મજૂર, ઢાબા અને વેન્ડર્સના 176 અને આવા પ્રકારના અન્ય કેટલાય પરિવારોની મુશ્કેલીઓ વધી છે. રિપોર્ટ તૈયાર કરવા માટે અફાક હુસૈન અને નિકિતા સિંગલાએ ભારત અને પાકિસ્તાનની બોર્ડર વિસ્તારમાં સફર ખેડ્યો હતો. આ દરમિયાન તેમણે કેટલાય ટ્રેડ એક્સપર્ટ્સ અને રાજનાયિકો સાથે મુલાકાત કરી હતી.

પુલવામા આતંકી હુમલા બાદ બિઝનેસ બંધ

ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ થયેલ પુલવામા આતંકી હુમલામાં CRPFના 40 જવાલ શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ ભારતે બાલાકોટ એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. ત્યારબાદ બોર્ડની તે તરફથી ભારતમાં આવતી તમામ વસ્તુઓ પર 200 ટકા સુધી કસ્ટમ ડ્યૂટી લગાવી દેવામાં આવી હતી. આ કારણે પાકિસ્તાન પર નિર્ભર હતા તેવા બિઝનેસ પર ભારે અસર પડી હતી.

બ્રીફના રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં પણ એલઓસીથી જે વેપાર થતો હતો, તે પણ સુરક્ષા અને બીજા કારણોથી ખાસો પ્રભાવિત થયો છે. એલઓસી પર થનાર વેપારની કારણે ટ્રાન્સપોર્ટને 66.4 કરોડ રૂપિયાનું રાજસ્વ મળતું હતું. સાથે જ 1.7 લાખ નોકરીઓનો અવસર પણ પેદા થયો હતો. પરંતુ વેપારમાં ચાલુ પ્રતિબંધના કારણે વેપારીઓને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *