દેશને અનેક ગોલ્ડ, સિલ્વર મેડલ અપાવનાર ટોક્યો પેરાલિમ્પિકનાં તમામ ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન. રવિવારનાં રોજ પૂર્ણ થયેલ આ પેરાલિમ્પિકમાં ભારતે 19 મેડલ્સની સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. પેરાલિમ્પિકની ફક્ત 9 ઇવેન્ટમાં ભારતના 54 પેરા એથ્લેટ્સે ભાગ લીધો હતો જેમાંથી સરેરાશ પ્રત્યેક ત્રીજો ખેલાડી ભારત માટે મેડલ જીતવામાં સફળ રહ્યો છે.
જયારે બીજી બાજુ મુખ્ય ઓલિમ્પિકમાં પણ ભારતીય એથ્લેટ્સે ઐતિહાસિક પ્રદર્શન કરીને 121 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ફક્ત એક જ સિઝનમાં 7 મેડલ્સ જીત્યા હતા. ટોક્યો ગેમ્સમાં ભારતના કુલ 126 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી 7 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
આમ, પ્રત્યેક 18 મા ખેલાડીએ મેડલ જીત્યો છે. પેરા એથ્લેટ્સના પ્રદર્શનની સામે આ એકદમ ફીકું પ્રદર્શન કહી શકાય છે. ભારતના બંને પ્રકારના એથ્લેટ્સના ટોક્યો ગેમ્સના ઓવરઓલ રેન્કિંગ પર નજર કરીએ તો પેરા એથ્લેટ્સની સફળતાનો અંદાજ આવી જાય છે.
ટોક્યો ગેમ્સમાં ભારત ફક્ત 7 મેડલ સાથે 48મા તેમજ પેરાઓલિમ્પિકમાં 19 મેડલ્સ સાથે 24મા ક્રમાંક પર આવ્યું છે. પેરાએથ્લેટ્સની સિદ્ધિ વધુ કિંમતી એટલા માટે છે કે, તેમની તાલીમ પર છેલ્લા ફક્ત 5 વર્ષમાં ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટ્સની તુલનામાં ખુબ ઓછો ખર્ચ કરાયો છે.
છેલ્લા 5 વર્ષમાં ટોક્યો ગેમ્સની તૈયારી માટે અનેકવિધ સ્કીમ હેઠળ ખેલાડીઓ પર કુલ 1065 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ સમયમાં જ પેરાએથ્લેટ્સની પાછળ 26 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે કે, જેમાં 6 કરોડ રૂપિયા ટોપ્સ એટલે કે મિશન ઓલિમ્પિક પોડિયમ સ્કીમ પાછળ તેમજ બાકીના 20 કરોડ રૂપિયા વાર્ષિક કેલેન્ડર ઓફ ટ્રેનિંગ તથા ઇવેન્ટના નામે ખર્ચવામાં આવ્યા છે.
ઓલિમ્પિકની તૈયારી માટે કરવામાં આવેલ ખર્ચની સામે આ 40% નો ઓછો ખર્ચ આવ્યો છે. ખેલાડીઓ પર થયેલ ખર્ચ તથા તેમની તુલનાએ જીતેલા મેડલ્સને ધ્યાનમાં રાખતા પેરા એથ્લેટ્સનો દેખાવ ઓલિમ્પિક કરતાં વધુ સારો રહ્યો છે. પેરાલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓની પાછળ 26 કરોડનો ખર્ચ થયો હતો.
જેમાં તેમણે 19 મેડલ્સ જીત્યા છે. બીજી બાજુ ટોક્યો ઓલિમ્પિકની તૈયારી માટે કુલ 1065 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ફક્ત 7 મેડલ્સ આવ્યા છે. આમ, ભારતને એક મેડલ મેળવવા પાછળ 152 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા ઓલિમ્પિક-પેરાલિમ્પિક બંને ગેમ્સની તાલીમમાં નાણાંની ખોટ પડવા દીધી નથી. રમતમંત્રાલય દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે બજેટમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2016ની રિયો ગેમ્સના મુકાબલે આ વખતે રકમ ખુબ વઘી ગઇ છે. શૂટિંગની પાછળ અંદાજે 100 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરાયો છે. પેરાશૂટર અવનિ લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.