ભારત (india)અને નેપાળ (Nepal)વચ્ચે શનિવાર(Saturday)થી રેલ સેવા શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન બિહારના જયનગર(Jayanagar of Bihar)થી નેપાળના કુર્થા (Kurtha of Nepal)સુધી બ્રોડગેજ લાઇન(Broadgauge line)પર દોડશે. કુર્થા સ્ટેશન(Kurtha station) નેપાળના ધનુશા જિલ્લામાં આવેલું છે જે જનકપુર ઝોન(Janakpur Zone)માં આવે છે.
શનિવારે કરવામાં આવશે રેલ લાઇનનું ઉદ્ઘાટન:
એટલે કે હવે સીતાના જન્મ સ્થળ સુધી રેલ્વે સેવા શરૂ થવા જઈ રહી છે. આ પહેલા પણ બ્રિટિશ કાળમાં મીટરગેજ રેડ લાઇન હતી, જેને વર્ષ 2000માં નાબૂદ કરવામાં આવી હતી. ત્યારથી ભારત અને નેપાળ વચ્ચે કોઈ રેલ જોડાણ નથી. આ રેલ્વે લાઇનના ઉદ્ઘાટન માટે નેપાળના વડાપ્રધાન ભારત આવ્યા છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે નવરાત્રિના પ્રથમ દિવસે ભારત અને નેપાળના વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રીતે આ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરવાના છે.
કોંકણ રેલવેને સોંપવામાં આવ્યું મેન્ટેનન્સનું કામ:
આ માટે ભારતે નેપાળને બે DMU ટ્રેન ભેટમાં આપી છે. આ ઉપરાંત આ રેલ્વે લાઈન અને ટ્રેનની જાળવણીનું કામ કોંકણ રેલ્વેને આપવામાં આવ્યું છે.
વિઝા કે પાસપોર્ટની પણ નહીં પડે જરૂર:
એટલે કે પ્રથમ વખત બંને દેશોની સરહદ પારના મુસાફરો સીધી ટ્રેનમાં મુસાફરી કરી શકશે. આ ટ્રેનની મુસાફરી લગભગ 33 કિલોમીટરની હશે. આ માટે બિહારના જયનગર ખાતે નવું સ્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોને વિઝા કે પાસપોર્ટની જરૂર નહીં પડે.
નેપાળની સરહદમાં હશે 66 કિલોમીટરની રેલ લાઇન:
આ રેલ સેવા શરૂ કરવા માટે ભારત અને નેપાળમાં મોટી તૈયારીઓ કરવામાં આવી છે. આ રેલ્વે રૂટ પર પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન બંને દોડશે. તેમજ આ રેલ માર્ગને નેપાળના બરડીબાસ સુધી લઈ જવા માટે નવો ટ્રેક નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે. આમાં 3 કિમી રેલ લાઈન બિહારમાં હશે જ્યારે લગભગ 66 કિમી રેલ લાઈન નેપાળ બોર્ડરમાં હશે. આ લાઇનના વિસ્તરણની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવા અપેક્ષા કરવામાં આવી રહ્યા છે.
મજબૂત થશે ભારત અને નેપાળના સંબંધો:
ભારતમાંથી નેપાળમાં ભારતીય રેલ્વેના વિસ્તરણથી ભારત-નેપાળના સંબંધો વધુ મજબૂત થશે, જ્યારે તેનાથી નેપાળમાં ચીનની દખલગીરી પણ ઓછી થશે. ચીન સતત નેપાળમાં ચીની રેલ્વેનો પ્રવેશ અને વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.