મુંબઈના લાલ બાગ ચા રાજા ગણપતિને પહેલા જ દિવસે મળ્યું એવડું મોટું દાન, કે વિચારી પણ નહી શકો

Published on Trishul News at 1:00 PM, Thu, 21 September 2023

Last modified on September 21st, 2023 at 1:26 PM

Lalbagcha Raja 2023: દેશભરમાં હાલ ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ગણેશ ચતુર્થી 28 સપ્ટેમ્બર સુધી દેશભરમાં સમાન ધામધૂમથી ઉજવવામાં આવશે. તમને દરેક શેરી અને વિસ્તારમાં બાપ્પા હાજર જોવા મળશે. દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ આનંદથી ઉજવી રહ્યા છે કારણ કે આખું વર્ષ રાહ જોયા પછી, ગણપતિ બાપ્પા આપણને મળવા આવે છે. આવી સ્થિતિમાં મુંબઈના લાલાબાગચા રાજાના(Lalbagcha Raja 2023) દરબારમાં ભક્તોની ઉમટી ભીડ જોવા મળી રહી છે.

42 લાખની આવક થઈ
આજે પ્રથમ દિવસે લાલબાગના રાજાની દાનપેટીમાં પ્રસાદની રકમની ગણતરી કરવામાં આવી હતી. ત્યારે 20 તારીખને બુધવારે ગણેશોત્સવનો બીજો દિવસ હતો. આ દિવસે પ્રથમ દિવસે ભક્તોએ કેટલું દાન કર્યું હતું. તે જાણવા માટે લાલબાગચા રાજાની દાનપેટી ખોલવામાં આવી હતી. જ્યારે દાનપેટીમાં રાખેલા પૈસાની ગણતરી કરવામાં આવી તો રકમ 42 લાખ પર પહોંચી હતી. આ ઉપરાંત ભક્તો તેમના પ્રિય બાપ્પાને સોનું અને ચાંદી પણ ખુબ ચઢાવ્યું છે. ભક્તોએ 198.55 ગ્રામ સોનું અને 5440 ગ્રામ ચાંદી પણ ચઢાવી હતી.

લોકો વિદેશથી આવે છે
19મી સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. જે 10 દિવસ સુધી ચાલશે. એટલે કે આ તહેવાર 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 10 દિવસ સુધી દેશના ખૂણે-ખૂણે આ તહેવારનો ઉત્સાહ જોવા મળશે, પરંતુ સૌથી વધુ ઉત્સાહ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ મુંબઈના લાલબાગનું રાજા ગણેશ મંડળ સૌથી વધુ લોકપ્રિય છે. લાલબાગના રાજાના દર્શન કરવા દેશ-વિદેશમાંથી લાખો લોકો આવે છે. લાલબાગના રાજા ગણેશ મંડળના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, ગણેશ ઉત્સવ દરમિયાન લગભગ 1 કરોડ લોકો અહીં આવે છે.

Be the first to comment on "મુંબઈના લાલ બાગ ચા રાજા ગણપતિને પહેલા જ દિવસે મળ્યું એવડું મોટું દાન, કે વિચારી પણ નહી શકો"

Leave a comment

Your email address will not be published.


*