વાયરલ(Viral): પહેલાના જમાનામાં ભલે ડાયનાસોર જેવા વિશાળ અને ખતરનાક પ્રાણીઓ હતા, પરંતુ આજના સમયમાં હાથી(Elephant video)ને સૌથી મોટું અને વજનદાર પ્રાણી માનવામાં આવે છે. તેને ખતરનાક પ્રાણીઓ પણ માનવામાં આવે છે, પરંતુ તે જ સમયે તેઓ મનુષ્ય કરતાં વધુ બુદ્ધિશાળી પણ માનવામાં આવે છે. તમે મોટા કે નાના અનેક પ્રકારના હાથીઓ જોયા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી ઉંચો હાથી(India’s Tallest Elephant) કોણ છે અને હાલમાં તે ક્યાં છે? આજકાલ આ હાથી સંબંધિત એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral Video) થઈ રહ્યો છે, જેમાં તે મંદિરની અંદરથી બહાર આવતો જોવા મળી રહ્યો છે.
Still living at age 58, India’s tallest elephant, Thechikottukavu Ramachandran, has killed a record 15 people and 3 elephants in his lifetime and is considered the most dangerous captive elephant in the country.
— Tansu YEĞEN (@TansuYegen) January 7, 2023
આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના આ સૌથી લાંબા હાથીનું નામ થેચિક્કોટ્ટુકાવુ રામચંદ્રન છે, જે 58 વર્ષનો છે અને હજુ પણ જીવિત છે. તેને દેશનો સૌથી ખતરનાક હાથી માનવામાં આવે છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 15 લોકોના મોત નીપજ્યું છે. એટલું જ નહીં તેણે 3 હાથીઓને પણ મારી નાખ્યા છે. જો કે તેમ છતાં કેરળમાં આ હાથીની પૂજા કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ હાથી ત્રિશૂર પુરમ તહેવારના અવસર પર વડકુન્નાથન મંદિરનો દરવાજો ખોલે છે. આ પ્રસંગે હાથીનો શ્રુંગાર પણ કરવામાં આવે છે. લોકો આ હાથીને પ્રેમથી રામન નામથી બોલાવે છે. વાયરલ વિડીયોમાં દેખાતું દ્રશ્ય કદાચ આ તહેવાર દરમિયાનનું છે, પરંતુ તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.
જુઓ ભારતના સૌથી લાંબા ‘ગજરાજ’નો વિડીયો:
આ હાથીનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને 50 લાખથી વધુ એટલે કે 50 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 27 હજારથી વધુ લોકોએ વિડીયોએ લાઈક પણ કર્યો છે.
સાથે જ આ પોસ્ટ પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે, તે ‘સુપર ટોલ એનિમલ’ છે તો કેટલાક કહી રહ્યા છે કે તે બાહુબલીનો હાથી છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે કલ્પના કરો કે જો આ હાથી યુદ્ધના મેદાનમાં હોત તો તેણે કેટલો વિનાશ કર્યો હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.