Electricity will become expensive at night: કેન્દ્ર સરકાર વીજળીના દરમાં ફેરફારને લઈને નવા નિયમો બનાવવા જઈ રહી છે. ઉર્જા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં આવનારા દિવસોમાં વીજળીના નવા નિયમો હેઠળ દિવસ દરમિયાન વીજળીના દરમાં 20% સુધીનો ઘટાડો(Electricity will become expensive at night) અને રાત્રિના પીક અવર્સ દરમિયાન 20% સુધીનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ પગલાનો હેતુ રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
નવા ટૈરિફ નિયમોથી 20 ટકા સુધી વીજ બીલ ઘટાડી શકાશે
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સિસ્ટમની મદદથી જ્યારે પાવર વપરાશ સૌથી વધુ હોય ત્યારે ગ્રીડ પરની માંગમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આ નિયમ એપ્રિલ 2024 થી વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકો માટે અને એક વર્ષ પછી કૃષિ ક્ષેત્ર સિવાયના મોટાભાગના અન્ય ગ્રાહકો માટે લાગુ થશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સૌર ઉર્જા સસ્તી હોવાથી, વીજળીના દિવસના વપરાશ દરમિયાન ટેરિફ ઓછો હશે, તેથી ઉપભોક્તાને તેનો લાભ મળશે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “થર્મલ અને હાઇડ્રો પાવર તેમજ ગેસ આધારિત ક્ષમતાનો ઉપયોગ સાંજના સમયે કે રાત્રિ દરમિયાન (જ્યારે દિવસનો પ્રકાશ ન હોય ત્યારે) – તેમની કિંમત સૌર ઉર્જા કરતા વધારે છે – તે ટેરિફમાં પ્રતિબિંબિત થશે. આ પગલાથી ભારતને 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી તેની ઊર્જા ક્ષમતાના 65% અને 2070 સુધીમાં ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવાના લક્ષ્ય તરફ કામ કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
આ નવા નિયમ વિશે વિગતો આપતાં વીજ મંત્રી આરકે સિંહે જણાવ્યું કે, તેનાથી ગ્રાહકોની વીજળીનું બિલ ઓછું કરવામાં મદદ મળશે. સરકારના આ પગલા પાછળ બે મુખ્ય કારણ માનવામાં આવે છે. જેમાં પ્રથમ દેશમાં સૌર ઉર્જા અને બીજી રિન્યૂએબલ ઉર્જા સ્ત્રોતોથી ઉત્પાદિત થતી વીજળીની માંગ વધે, કારણ કે સૌર ઉર્જાથી વીજ ઉત્પાદન દિવસે થાય છે. બીજુ કારણ એ છે કે, પીક અવર્સમાં વધારે વીજ બિલ આવવાની સંભાવનાને જોતા સામાન્ય નાગરિક આ દરમિયાન ઓછી વીજળીનો વપરાશ કરશે.
પીક અવર્સમાં વીજળીથી કપડા ધોવા કે ખાવાનું બનાવવા સહિત અન્ય કામ નહીં થાય. આ તમામ કામ દિવસે એટલે કે પીક ઑફ અવર્સ દરમિયાન થશે. જેથી વીજળીનું બિલ આપોઆપ ઓછું આવશે. જ્યારે રાતના સમયે થર્મલ અને હાઈડ્રો પાવર સાથે ગેસ આધારિત ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો ખર્ચ સૌર ઉર્જાની સરખામણીમાં વધારે હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.