ઝેરી ગેસ લીક થતા સર્જાય મોટી દુર્ઘટના, એક સાથે 11 લોકોના મોતથી મચ્યો હાહાકાર-‘ઓમ શાંતિ’ 

Ludhiana Gas Leak: પંજાબ(Punjab)ના લુધિયાણા(Ludhiana)ના ગિયાસપુરા(Giaspura) વિસ્તારમાં ગેસ લીક ​​થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 11 લોકોના મોત(11 people died) થયા છે જ્યારે 4…

Ludhiana Gas Leak: પંજાબ(Punjab)ના લુધિયાણા(Ludhiana)ના ગિયાસપુરા(Giaspura) વિસ્તારમાં ગેસ લીક ​​થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 11 લોકોના મોત(11 people died) થયા છે જ્યારે 4 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસન અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

લુધિયાણાના ડેપ્યુટી કમિશનર સુરભી મલિકે જણાવતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. NDRFની ટીમ ઘટનાસ્થળેથી સેમ્પલ એકત્ર કરી રહી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસનું કહેવું છે કે, ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે બચાવ ટીમ બોલાવવામાં આવી છે. ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે.

કરિયાણાની દુકાન પાસે ગેસ લીક ​​થયો:

સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ગેસ કરિયાણાની દુકાન પાસે લીક થયો હતો. તેમણે જણાવ્યું કે 200 થી 300 મીટરના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે અને NDRFની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. આ સાથે ડોક્ટરોની ટીમને પણ બોલાવવામાં આવી છે.

બીજી તરફ ઘટનાસ્થળે હાજર એસડીએમ લુધિયાણા પશ્ચિમ સ્વાતિએ જણાવ્યું કે, ચોક્કસપણે આ ગેસ લીકનો મામલો છે. NDRFની ટીમ લોકોને બહાર કાઢવા માટે સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરશે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 4 બીમાર છે.

NDRFના જવાનો ઘટનાસ્થળે પહોચ્યા:

લુધિયાણાના ગિયાસપુરા વિસ્તારમાં ગેસ લીક ​​થવાની માહિતીને પગલે NDRFના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ તેમની ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું કે આ એક ઝેરી ગેસ લીક ​થયો ​હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે.

લુધિયાણાના પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, એક પરિવારના 5 સભ્યો સહિત 11 લોકોના મોત થયા છે. અન્ય ચાર હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત નાજુક છે. અમે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી રહ્યા છીએ. NDRF દ્વારા ગેસના નમૂના લેવામાં આવશે, તેઓ પુષ્ટિ કરશે કે તે કયા પ્રકારનો ગેસ હતો. મૃતકના લોહીના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે, ગેસની અસર તેના ફેફસાં પર નહીં પરંતુ મગજ પર પડી છે.

મુખ્યમંત્રી ભગવંત માને દુઃખ કર્યું વ્યક્ત:

પંજાબના સીએમ ભગવંત માને લુધિયાણામાં ગેસ લીકની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમએ કહ્યું, “પોલીસ, પ્રશાસન અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે હાજર છે. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *