જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મંગળવારે એટલે કે સવારે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના કઠુઆમાં રણજીત સાગર ડેમ નજીક બની હતી. હાલ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના પઠાણકોટ નજીક બની હતી. આ ઘટનામાં પાયલોટ અને સહ-પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. હાલ આ ઘટનામાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Kathua, J&K: An Indian Army helicopter crashes near Ranjit Sagar Dam. Details awaited. pic.twitter.com/ULx3NTeIhD
— ANI (@ANI) August 3, 2021
મળતી માહિતી અનુસાર, 254 આર્મીના ઉડ્ડયન સ્ક્વોડ્રોનનું હેલિકોપ્ટર સવારે 10:20 વાગ્યે મામુન કેન્ટથી ઉડાન ભરી હતી. જે બાદ હેલિકોપ્ટર પઠાણકોટના રણજીત સાગર ડેમ ઉપર ઉડાન ભરી રહ્યું હતું અને ત્યારબાદ હેલિકોપ્ટર ક્રેશ થયું.
પઠાણકોટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સુરેન્દ્ર લાંબાએ જણાવ્યું હતું કે રણજીત સાગર ડેમમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સુરેન્દ્ર લાંબાએ ફોન પર પીટીઆઈને જણાવ્યું હતું કે, અમને તળાવમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી મળી છે. અમે અમારી ટીમોને સ્થળ પર મોકલી છે. તેમણે કહ્યું કે કોઈ જાનહાનિના હાલમાં કોઈ અહેવાલ નથી. વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે. આ ડેમ પંજાબના પઠાણકોટથી 30 કિમી દૂર સ્થિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.