ભારતીય સેનાને નવા યુનિફોર્મની પેટન્ટ મળી ગઈ છે. આ વર્ષે 15 જાન્યુઆરીએ આર્મી ડેના અવસર પર કોમ્બેટ ઓપરેશન્સ માટે સૈનિકોનો નવો યુનિફોર્મ લોન્ચ કરવામાં આવ્યો હતો. આર્મીનો નવો યુનિફોર્મ જૂના ગણવેશ કરતાં ઘણી રીતે સારો છે. તે હળવા, મજબૂત અને તેની જાળવણી માટે પણ સરળ બનાવવામાં આવ્યો છે. નવા યુનિફોર્મમાં મહિલા સૈનિકોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે નવા યુનિફોર્મને પેટન્ટ કરવામાં આવી છે અને હવે તેના બૌદ્ધિક સંપદા અધિકારો સંપૂર્ણપણે ભારતીય સેના પાસે છે. હવે જો કોઈ ભારતીય સેનાની અધિકૃતતા વિના નવો યુનિફોર્મ બનાવે છે અથવા વેચે છે, તો તેને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
નવા યુનિફોર્મની જરૂર કેમ પડી?
સેનામાં ઘણા પ્રકારના યુનિફોર્મ હોય છે. પરંતુ તમામ યુનિફોર્મ બદલવામાં આવ્યા નથી. હાલમાં, ફક્ત યુદ્ધ દરમિયાન પહેરવામાં આવતો યુનિફોર્મ બદલવામાં આવી રહ્યો છે. આ યુનિફોર્મ આ વર્ષે 15 જાન્યુઆરીએ તત્કાલિન આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) એમએમ નરવણેએ લોન્ચ કર્યો હતો. હાલમાં સેનામાં જે યુનિફોર્મ પહેરવામાં આવે છે તેનો ઉપયોગ 2008થી થઈ રહ્યો છે. નવા યુનિફોર્મમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં તેની છદ્માવરણ પેટર્ન અને નવા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નવા યુનિફોર્મની વિશેષતા શું છે?
સેનાનો નવો યુનિફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)ની ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે 4 C પર ધ્યાન કેન્દ્રિત કરે છે – કન્ફટ (આરામ) , ક્લાઈમેટ (વાતવરણ) , કૈમોક્લાજ અને કોન્ફિડેશિયલિટી (ગોપનીયતા).
નવો યુનિફોર્મ જૂના કરતા ઘણી રીતે અલગ છે. આમાં, બ્લેક કલરની રાઉન્ડ નેક ટી-શર્ટ અંદર પહેરવામાં આવશે. આમાં શર્ટને પેન્ટની અંદર મૂકવાની જરૂર નથી. નવા યુનિફોર્મનો શર્ટ જેકેટ જેવો હશે. તેમાં ઉપર અને નીચે ખિસ્સા હશે. બાજુ પર એક ખિસ્સા પણ હશે. રિપોર્ટ્સ અનુસાર પીઠ પર ચાકુ રાખવાની જગ્યા પણ હશે.
નવા યુનિફોર્મનું ફેબ્રિક હાલના યુનિફોર્મ કરતાં હળવું અને ઘણું મજબૂત છે. નવું ફેબ્રિક ઝડપથી સુકાઈ જાય છે અને કોઈપણ પ્રકારના હવામાનમાં પહેરવા માટે આરામદાયક છે. જોકે નવા યુનિફોર્મમાં છદ્માવરણ પેટર્ન ડિજિટલ રાખવામાં આવી છે. તેમાં પહેલા જેવા જ રંગો હશે. તેની ડિજિટલ પેટર્ન યુએસ આર્મીના યુનિફોર્મ જેવી જ છે.
નવો યુનિફોર્મ ક્યારે મળશે?
કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (CSD) પાસેથી નવા ગણવેશના લગભગ 50,000 સેટ પહેલેથી જ ખરીદવામાં આવ્યા છે. આનું વિતરણ 15 CSD ડેપો- દિલ્હી, લેહ, BD બારી, શ્રીનગર, ઉધમપુર, આંદામાન અને નિકોબાર, જબલપુર, માસીમપુર, નારંગી, દીમાપુર, બાગડોગરા, લખનૌ, અંબાલા, મુંબઈ અને ખડકીમાં પણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે નવો યુનિફોર્મ તૈયાર કરનારા કારીગરોને તાલીમ આપવા માટે વર્કશોપ યોજવામાં આવી રહી છે. જેસીઓ અને ઓઆરને ગણવેશ આપવા માટે 11.70 લાખ સેટની જથ્થાબંધ ખરીદી કરવામાં આવી રહી છે. ઓગસ્ટ 2023થી આ યુનિફોર્મ સૈનિકોને ઉપલબ્ધ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.