લગ્ન માટે વારંવાર દબાણ કરતી હતી પ્રેમિકા, શરુ ગાડીએ પ્રેમીએ આપ્યું દર્દનાક મોત

મહારાષ્ટ્ર (Maharashtra)ના ઉલ્લાસનગર (Ullasnagar)માંથી હત્યા (Murder)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હતી અને મૃતદેહને ઠેકાણે પાડવા આરોપીએ…

મહારાષ્ટ્ર (Maharashtra)ના ઉલ્લાસનગર (Ullasnagar)માંથી હત્યા (Murder)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હતી અને મૃતદેહને ઠેકાણે પાડવા આરોપીએ શહેરભરમાં નાસભાગ કરી હતી. પરંતુ પોલીસે આરોપીની હિલલાઇન વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેની પ્રેમિકા તેને લગ્ન માટે વારંવાર ટોકતી હતી. જેના કારણે તેણે ગુસ્સામાં તેની પ્રેમિકાની હત્યા કરી નાખી.

મળતી માહિતી અનુસાર, 40 વર્ષીય આરોપી સચિન ગોરખનાથ ખાજેકર પોલીસ કર્મચારી છે અને તેને આશા મોરેની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આરોપીના જણાવ્યા અનુસાર, આશા સચિન પાસેથી રોજ પૈસા માંગતી હતી અને તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. તેનાથી પરેશાન થઈને આરોપીએ 14 જૂનની રાત્રે ચાલતી કારમાં તેની પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પછી તેના મૃતદેહના નિકાલ માટે અહીં-તહીં ભટકતો રહ્યો.

વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પ્રિયંકા સાદલકરને બાતમીદાર પાસેથી માહિતી મળી કે કાર (MH 05 AS 6368)માં એક વ્યક્તિ એક યુવતીના મૃતદેહ સાથે ફરતો હતો અને તે પોલીસ કર્મચારી છે. પોલીસે તેની હિલલાઇન પોલીસ સ્ટેશન નજીક બદલાપુર પાઇપલાઇન સંકુલમાં સ્થિત મિર્ચી ધાબામાંથી તેના સાથી કલ્પેશ મધુકર ખૈરનાર સાથે સચિનની ધરપકડ કરી. આશા મોરેનો મૃતદેહ તેની કારમાંથી મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કોન્સ્ટેબલના ઘણા વર્ષોથી મહિલા સાથે લગ્નેતર સંબંધો હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મહિલા આરોપી પાસે નિયમિતપણે પૈસાની માંગણી કરતી હતી અને તેને પરિવાર છોડીને તેની સાથે રહેવાનું કહેતી હતી. આનાથી કોન્સ્ટેબલ ગુસ્સે થયો અને તેણે તેને મારવાનું નક્કી કર્યું. તેણે મહિલાને ફરવા બોલાવી અને ચાલતી કારમાં તેનું ગળું દબાવી હત્યા કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *