ટીમ ઇન્ડીયામાં રહેવું હોય તો સુધરવું પડશે! વારંવાર કહેવા છતાં એકની એક ભૂલ કરી રહ્યો છે રિષભ પંત

હાલમા જ રમાયેલી સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની મેચોમાં રિષભ પંતનું પ્રદર્શન ખુબજ ખરાબ રહ્યું હતું.સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટન રીષભ પંતનું ખરાબ પ્રદર્શન યથાવત છે. રાજકોટ ટી20 મેચમાં પણ પંત 17 રન બનાવીને પેવેલિયન ચાલ્યો ગયો હતો. તેમજ ઘણા બધા સમયથી આ ક્રિકેટર ફ્રોમમાં નથી. તેના ચાહકો પણ તેના ખરાબ પ્રદર્શનને કારને ખુબજ નારાઝ છે.

સાઉથ આફ્રિકા સામે કેપ્ટન ઋષભ પંતનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. શુક્રવારે રાજકોટમાં રમાયેલી મેચમાં પંત 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પંત કેશવ મહારાજના હાથે ડ્વેન પ્રિટોરિયસના હાથે કેચ આઉટ થયો હતો પંત ઑફ-સ્ટમ્પની બહાર ફેંકવામાં આવેલા બોલ પર જોરદાર  શૉટ રમવા માગતો હતો, પરંતુ શૉટનો સમય યોગ્ય ન હતો અને ફરી બોલ સ્ટમ્પ માં ગયો હતો અને પંત આઉટ થઇ ગયો હતો.

તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા સામેની ચારેય મેચોમાં રિષભ પંતને આઉટ કરવાની રીત સમાન રહી છે. ચારેય મેચોમાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ તેને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો.જેના પર તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ત્રણ મેચમાં પંત કવર રિજનમાં કેચ પકડાયો હતો જ્યારે રાજકોટ ટી20 મેચમાં તે શોર્ટ થર્ડ મેન પર કેચ થયો હતો.

રીશભના ફેંસ લોકો સરીબ રીતે જાણે છે કે પંતની શોટની પસંદગી હંમેશા સવાલોના ઘેરામાં રહે છે. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ પહેલા પણ તે ઘણા પ્રસંગોએ ખરાબ શોટ રમીને આઉટ થયો છે.ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનમાં પણ ઋષભ પંત ખરાબ શોટ રમીને ઘણી વખત પોતાની વિકેટ ગુમાવતો જોવા મળ્યો હતો.

હવે આવનારા સમયમાં પંત પોતાની બેટિંગમાં સુધારો નહિ લાવે તો પંતે આવનારી મેચોમાં શોટ સિલેક્શનમાં સુધારો કરવો પડશે, અન્યથા તેને ટી20 ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર કરવામાં આવી શકે છે. કોઈપણ રીતે, દિનેશ કાર્તિક શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, જેના કારણે તે T20 વર્લ્ડ કપના સંભવિત દાવેદારોમાંનો એક બની ગયો છે.

સાઉથ આફ્રિકા સામેની વર્તમાન T20 સિરીઝમાં રિષભ પંતે 4 ઇનિંગ્સમાં માત્ર 57 રન બનાવ્યા છે. આ દરમિયાન પંતની એવરેજ 14.25 અને સ્ટ્રાઈક રેટ 105.55 છે.ઋષભ પંતના આ ખરાબ ફોર્મનું કારણ કેપ્ટનશિપ પણ હોઈ શકે છે, જેનું દબાણ તેની બેટિંગ પર દેખાઈ રહ્યું છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે IPL 2022માં 14 મેચમાં 30.90ની એવરેજથી 340 રન બનાવ્યા હતા.આ દરમિયાન ઋષભ પંતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 44 રન હતો, એટલે કે તે એક પણ પ્રસંગે 50ના આંકડાને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો. રિષભ પંતની ટીમ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *