આજકાલ વિચિત્ર પ્રકારની ઘટનાઓ સામે આવે છે અને એમાં પણ જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી તો લોકો સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ થયા છે. ભારતના કોઈ પણ ખૂણે બનેલી ઘટના ગણતરીની મીનીટોમાં દેશના બીજે ખૂણે આરામથી પોહચી જાય છે. ભારતના આંધ્રપ્રદેશમાં એક આવી ઘટના બનવા પામી છે કે તમે જાણીને દંગ રહી જશો.
View this post on Instagram
ભારતમાં વર્ષોથી કેહવત છે કે ખાડો ખોદે તે પડે અને ભારતના વેદો અને શાસ્ત્રોમાં પણ કર્મ વિષે ઉલેખ્ખ કરવામાં આવ્યો છે અને કેહવાયું છે કે માણસ દ્વારા કરવામાં આવેલા દરેક ખરાબ કર્મનો હિસાબ તેણે આજ જીંદગીમાં આપવો પડતો હોય છે.ભારતના આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાના એક મંદિરમાં ખૂબ જ વિચિત્ર અને રસપ્રદ ઘટના સામે આવી છે. અહીના લોકોએ તેને ભગવાનની શ્રધ્ધા અને અસ્થા સાથે જોડી છે અને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.
ભારતમાં આવેલા આંધ્રપ્રદેશ રાજ્યના શ્રીકાકુલમના જામી યેલમ્મા મંદિરમાં એક ચોરે મંદિરમાં ઘરેણા ચોરવા દીવાલમાં કાણું કરીને અંદર તો ઘુસ્યો અને દાગીના પણ ચોરી લીધા પરંતુ ભગવાનના ચમત્કારના કારણે તે પોતેજ બનાવેલા કાણામાં ફસાઈ ગયો અને બહારજ ના નીકળી શક્યો અને થોડીવાર વ્યર્થ પ્રયત્નો પછી થાકી જતા આખરે તેણે બુમાબુમ શરૂ કરી મુકતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને ચોરને બહાર કાઢી પોલીસને સોપી દીધો હતો.
Thief trapped in the ventilation window at Yellamma #Temple in Kanchili , Srikakulam. pic.twitter.com/bezPQp8Khd
— Siddhu Manchikanti (@SiDManchikanti) April 5, 2022
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના જામી મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. જ્યાં ચોર ચોરી કરવામાં સફળ રહ્યો હતો પરંતુ છટકી શક્યો ન હતો અને બારીમાં પાડેલા બોકારામાં ફસાઈ ગયો હતો. જે બાદ તેના હાથમાંથી ચોરીના દાગીના પણ નીચે પડી ગયા હતા અને ગ્રામજનોએ તેને રંગે હાથે પકડી લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ મામલે જિલ્લાના કાનજી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેના અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચાંદીના ઘરેણા સાથે રંગેહાથ જ ઝડપાઈ ગયો હતો