ઘરના છોકરા ઘંટી ચાંટે? ભારત સરકાર નેપાળમાં 295 કરોડના ખર્ચે બનાવી આપશે હાઈસ્કુલ

ભારત નેપાળના સાત જિલ્લામાં શાળાઓનું પુન: નિર્માણ કરશે. આ સંદર્ભમાં આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, કરાર મુજબ કુલ 56 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ફરીથી બનાવવામાં આવશે. આં નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યરે ચીનના પીઠબળ થી નેપાળે ભારતીય વિસ્તારોને પોતાના વિસ્તાર ગણાવીને ભારત સાથે શીતયુદ્ધ છેડ્યુ છે.

ANIએ ટ્વીટ કરતા જણાવ્યું કે,

India to rebuild schools in 7 districts of Nepal. An agreement in this regard was signed today, a total of 56 Higher Secondary Schools will be rebuilt as per the agreement: Indian Mission in Nepal

ભારત સરકારે નેપાળના વિવિધ જિલ્લાઓમાં 56 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ફરીથી બનાવવાનો નિર્ણય લીધો છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસના એક અખબારી નિવેદનના અનુસાર, ગોરખા, નુવાકોટ, ધાડીંગ, દોલાળા, કવરેપલાંચોક, રામેચપ અને સિંધુપાલચૌક જિલ્લામાં આવેલી શાળાઓનું પુનર્ગઠન કરવામાં આવશે.

ભારતના દૂતાવાસ અને નેપાળના શિક્ષણ મંત્રાલયના સેન્ટ્રલ લેવલ પ્રોજેક્ટ અમલીકરણ એકમ (સી.એલ.પી.આઇ.યુ.) એ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પુન:નિર્માણ માટે સાત મેમોરેન્ડમ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા.

પુન:નિર્માણ થયેલ શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શૈક્ષણિક વર્ગ, વર્ગખંડો સાથે ફર્નિચર અને છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આ શાળાઓને ભારત સરકાર દ્વારા નેપાળમાં ભૂકંપ પછીના પુનર્નિર્માણના ભાગ રૂપે 2.95 અબજ રૂપિયાની ગ્રાન્ટ સાથે ફરીથી બનાવવામાં આવશે.

નેપાળની કેપી શર્મા ઓલી સરકારે ગત મહિનાના અંતમાં નવો નક્શો નેપાળની સંસદમાં રજૂ કર્યો હતો. જેમાં નેપાળે ભારતના કુલ 395 વર્ગ કિલોમીટરના વિસ્તારને પોતાનો ગણાવ્યો છે. જેમાં લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની ઉપરાંત ગૂંજી, નાભી અને કુંટી ગામને પણ સામેલ કરી દીધા છે.

મે મહિનામાં પણ ચીને નેપાળની મદદ મારફત ભારતને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારત-નેપાળ સરહદના વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે નેપાળ પોલીસે ૭ અસ્થાઈ કેમ્પ લગાવ્યા હતા. આ કેમ્પ પર નેપાળી ભાષાની જગ્યાએ ચીની ભાષા લખેલી હતી. આથી ભારતે સરહદ પર ચોક્સાઈ વધારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *