US News Update: અમેરિકાના વોશિંગ્ટનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24મી એપ્રિલના રોજ એક ભારતીય ટેક કંપનીના સીઈઓએ તેમના પુત્ર અને પત્નીની (US News Update) ગોળી મારીને હત્યા કરી અને પછી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના વોશિંગ્ટનના ન્યૂકેસલ વિસ્તારમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દંપતીનો બીજો એક પુત્ર પણ છે, જે ઘટના સમયે ઘરે નહોતો.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ 25 વર્ષીય હર્ષવર્ધન એસ કિક્કેરી, તેમની 44 વર્ષીય પત્ની શ્વેતા પન્યામ અને તેમના 14 વર્ષના પુત્ર તરીકે થઈ છે. જ્યારે પોલીસ ઘરમાંથી એક બાળકને પોતાની સાથે લઈ ગઈ છે. આ ઘટના પછી બાળક ખૂબ જ ડરી ગયો હતો. જો કે, કિંગ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા બાળકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
ટેક કંપનીના સીઈઓએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી. પોલીસે દાવો કર્યો છે કે આ કેસ ઉકેલાઈ જશે. હાલમાં તપાસ ચાલી રહી છે. પડોશીઓએ પોલીસને જાણ કરી છે કે પરિવાર ખૂબ જ મૈત્રીપૂર્ણ હતો. હર્ષવર્ધન મૂળ કર્ણાટકના માંડ્યા જિલ્લાના રહેવાસી હતા. તેઓ મૈસુરમાં રોબોટિક્સ કંપની હોલોવર્લ્ડના સ્થાપક અને સીઈઓ હતા. તેમની પત્ની કંપનીના સહ-સ્થાપક હતા.
દંપતી પીએમ મોદીને પણ મળ્યા હતા
અહેવાલો અનુસાર, હર્ષવર્ધન અને શ્વેતા 2017માં ભારત આવ્યા હતા અને કંપની શરૂ કરી હતી. કોરોનાને કારણે કંપની બંધ થઈ ગઈ . સરહદ સુરક્ષા માટે રોબોટ્સનો ઉપયોગ કરવા માટે આ દંપતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્ષવર્ધન રોબોટિક્સમાં નિષ્ણાત હતા, જેમણે અમેરિકામાં માઇક્રોસોફ્ટ માટે પણ કામ કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App