કોરોના મહામારીમાં ડોકટરો અને નર્સો કોરોનાની સારવારમાં ખડે પગે રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજ્ય સચિવે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ડોકટરો પર કરવામાં આવેલા આક્ષેપોને લઈને ગુજરાત રાજ્યનું ઇન્ડીયન મેડીકલ એસોશીશન નારાજ થયેલ છે. અને તેઓએ આંદોલન કરવાની ચીમકી આપી છે.
કોરોનાની મહામારીમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સરકાર સાથે ખભે ખભા મિલાવીને છેલ્લા કેટલાય મહિનાઓથી કાર્યરત છે. કોરોના દર્દીઓની સેવા કરતા કરતા અનેક તબીબો સંક્રમિત થયા છે અને તેમાંના કેટલાક તબીબોના દુ:ખદ અવસાન પણ થયા છે, તે આપ સૌ જાણો છો.
સુરત ખાતે ગઈકાલે તા. ૯-૭-૨૦૨૦, ના રોજ ટોસિલિઝુમેબ ઈન્જેકશનના કાળા બજાર ના મુદ્દાની પત્રકાર પરિષદમાં રાજ્ય ના આરોગ્ય સચિવશ્રી ડૉ. જયંતી રવિ તબીબો પર ઇન્જેક્શનના દુરુપયોગનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેથી તબીબ આલમ ખુબજ રોષની લાગણી અનુભવી રહ્યા છે. ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની સંપૂર્ણ વિતરણની વ્યવસ્થા સરકાર પાસે છે, તો ખાનગી તબીબો કઈ રીતે જવાબદાર?
IMA ના ડોકટરો કહે છે કે, અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આ આરોગ્ય સચિવશ્રી પુરવાર કરે અને ના કરી શકે તો તેમનું નિવેદન પાછું ખેંચી દિલગીરી વ્યક્ત કરે એવી અમે માંગણી કરીએ છીએ જેથી ભવિષ્યમાં મેડીકલ એસોસિએશનનો સરકાર સાથે સમન્વય જળવાઈ રહે જો અમારી માંગણી સંતોષવામાં નહિ આવે તો મેડીકલ એસોસિએશનને પ્રતીકાત્મક આંદોલન કરવાની ફરજ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news