યુદ્ધ વચ્ચે મોટા સમાચાર: ભારતીયોને વહેલી તકે જે વાહન મળે એમા બેસીને યુક્રેનની રાજધાની છોડી દેવા આદેશ

યુક્રેન માં રહેલા ભારતીયો પર જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. યુક્રેન રશિયા યુદ્ધ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તે કડીમાં આજે સવારે ભારતીય…

યુક્રેન માં રહેલા ભારતીયો પર જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. યુક્રેન રશિયા યુદ્ધ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તે કડીમાં આજે સવારે ભારતીય દૂતાવાસ દ્વારા યુક્રેનની રાજધાની કિવ (Kyiv) માં રહેતા લોકોને જે વાહન જલ્દી મળે તેમાં વહેલામાં વહેલી તકે indian in ukraine ને રાજધાની કિવ છોડી દેવાની સૂચના આપવામાં આવી છે.

ભારતીય એમ્બેસીની લાલિયાવાડી પહેલેથી જ ચાલી રહી છે. જેને કારણે હજારો વિદ્યાર્થીઓ ની બોર્ડર પર હેરાન થઇ રહ્યા છે. જેનો સાથ અમુક ટીઆરપી ભૂખ્યા સમાચાર માધ્યમો પણ આપી રહ્યા છે. ગ્રાઉન્ડ રિપોર્ટ પર જાણવા મળ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદી નો કૌટુંબિક ભત્રીજો પણ એમ્બેસી તરફથી જવાબ મળવાની રાહ જોઈ ને ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો ટળવળી રહ્યો છે.

ભારતીય રાજદૂતાવાસે એડવાઇઝરી તો જાહેર કરી દીધી છે. પરંતુ વિદ્યાર્થીઓને ક્યાં જવું? કેવી રીતે જવું? કોની પાસે જવું? તે અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી. ઉપરાંત જાહેર કરેલા ઈ-મેલ પર વિદ્યાર્થીઓને રિપ્લાય ન મળી રહ્યા હોય તેવા દાખલા પણ સામે આવ્યા છે.

પોતાને પ્રધાનમંત્રી મોદી નો ભત્રીજો ગણાવી રહેલો ક્રીનેશ પોતે email માં લખી રહ્યો છે કે, હું પ્રધાનમંત્રી મોદી નો ભત્રીજો છું. તેમ છતાં એમ્બેસી દ્વારા તેને કોઈ રીપ્લાય આપવામાં આવ્યો નથી. બીજી તરફ રશિયા દ્વારા યુક્રેન પર આક્રમક વલણ દાખવીને હુમલાઓ તેજ કરી દીધા છે અને યુક્રેન ના સૈનિકો ભારત સરકારે મદદ ન કરી હોવાથી ભારતીયોને હેરાન પરેશાન કરી રહ્યા છે.

બીજી તરફ ગઈકાલે જ ભારતીય એમ્બેસી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં એમ્બેસીએ કહ્યું હતું કે તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો શાંતિ રાખે અને પોતાનો પાસપોર્ટ અને પૂરતી રોકડ રકમ તેમજ ભોજન તૈયાર રાખે અને જરૂરી ચીજવસ્તુઓ પણ પોતાની સાથે તૈયાર રાખે. યુક્રેનની સરકાર અને નાગરિકો ભારત માટે સપોર્ટ છે. તેથી તમે શાંતિ રાખે આગળની સૂચનાઓની રાહ જુઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *