ભારતીય દીકરીને અમેરિકાએ સોંપી મહત્વની જવાબદારી- આપ્યું આ મોટું કામ

મૂળ ભારતની અમેરિકન મેધા રાજને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડનના ચૂંટણી કેમ્પેનમાં ડિજિટલ પ્રચારના ચીફ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.આ જવાબદારી એટલા માટે…

મૂળ ભારતની અમેરિકન મેધા રાજને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડનના ચૂંટણી કેમ્પેનમાં ડિજિટલ પ્રચારના ચીફ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.આ જવાબદારી એટલા માટે મહત્વની છે,કારણ કે કોરોના વાયરસ મહામારીના પગલે આ વખતે પ્રચાર સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ થવાનો છે.

આ પહેલા મેધા રાજપીટ બુટીગીગના ચૂંટણી પ્રચાર અભિયાનની સાથે જોડાઈ ચૂકી છે.બુટીગીગે પણ બાઇડનને પ્રોત્સાહન આપ્યું છે.CNN ચેનલે આ સમાચારને સૌથી પહેલા દેખાડ્યા હતા.તેમનું માનવું છે,કે ક્લાર્ક હમ્ફ્રીને બાઇડનના અભિયાનના ડેપ્યુટી ડિજીટલ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોપી છે.તેમની જવાબદારી લોકો પાસેથી ફંડ એકઠો કરવાનો રહેશે.તેઓ 2016માં હિલેરી ક્લિંટનના ચૂંટણી પ્રચાર વખતે અભિયાનમાં કામ કરી ચૂક્યા છે.

મેધા રાજે ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. 77 વર્ષના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેનનો સામનો રિપબ્લિક ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે.અમુક ઓપીનિયન પોલમાં બાઇડનની ટ્રમ્પ પર 8 % વધારાની સાથે જીત થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *