હાલમાં એક જાણકારી સામે આવી રહી છે, જેને જાણીને તમને ખુબ ગર્વ થશે. ગુજરાતનાં ભરૂચ જીલ્લાનાં કેવડિયામાં સ્થાપિત કરવામાં આવેલ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું મોડલ બનાવનાર દિલ્હીના મૂર્તિકારે ટેલિફોનિક મુલાકાતમા જણાવ્યું હતું કે, અયોધ્યામાં સરયુ નદીને કાંઠે 251 મીટરની ભવ્ય શ્રીરામ ભગવાનની મૂર્તિનું નિર્માણ કરવામાં આવશે.
આ મૂર્તિ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કરતા પણ વધારે ઊંચી થશે. આ મૂર્તિ જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે તેની ગણના દુનિયાની 7 અજાયબીઓમાં કરવામાં આવશે. આ મૂર્તિ ભગવાન શ્રી રામની હોવાથી તેમાં વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવશે નહીં તેવી શક્યતા રહેલી છે.
રામ મંદિર બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો પણ આપી દેવામાં આવ્યો છે તેમજ હવે જે વિવાદિત જગ્યા હતી એ જગ્યાએ ભગવાન શ્રીરામનું મંદિર બનાવવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે, અયોધ્યામાં સરયુ નદીના કિનારે 251 મીટર ઊંચી ભગવાન શ્રીરામની મૂર્તિ બનવાં માટે જઈ રહી છે. આની માટે ડિઝાઇન પણ ફાઈનલ કરી દેવામાં આવી છે.
ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા સરયુ નદીનાં કાંઠે ભગવાન શ્રીરામની 251 મીટર ઊંચી મૂર્તિ બનાવવાનું આયોજન કરી નાંખવામાં આવ્યું છે. અનિલ સુથારે કહ્યું હતું કે, આ મૂર્તિનું મોડલ તેમના પિતા રામ સુથાર તેમજ તેઓએ મળીને તૈયાર કર્યુ છે.
ભગવાન શ્રીરામની જે મૂર્તિની રચના થવાની છે તેની ડિઝાઈન પણ નક્કી કરી દેવામાં આવી છે. ભગવાન શ્રી રામની મૂર્તિ માટે 5 ડિઝાઇન ઉત્તરપ્રદેશ સરકારને પણ આપી હતી. જેમાની એક મૂર્તિનું મોડલ ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ દ્વારા નક્કી કરવામાં આવી છે. આ મૂર્તિને સંપૂર્ણ રીતે બનતા અંદાજે 3 વર્ષ લાગી જશે.
આ મૂર્તિમાં 51 મીટરનું પેડલ સ્ટેન્ડ બનાવવામાં આવશે. સરયુ નદીના તટ પર જગ્યા ફાઈનલ કરવામાં આવી નથી. જેને કારણે મૂર્તિનું કામ શરૂ કરવામાં આવ્યું નથી પરંતુ મૂર્તિનું મોડલ તૈયાર થઈ ગયું છે, જે યોગી અદિત્યનાથે ફાઇનલ કરી દેવામાં આવ્યું છે.
અયોધ્યામાં રામમંદિરની સાથે જ 251 મીટર ઊંચી પ્રભુ શ્રીરામની અતિ ભવ્ય મૂર્તિ પણ સરયુ નદીના તટે બનવા માટે જઈ રહી છે. આ મૂર્તિની વાત કરવામાં આવે તો ભગવાન શ્રીરામ એક હાથમાં ધનુષ તથા બીજા હાથમાં તીર લઈને ઊભા હોય તેવી મુદ્રામાં મૂર્તિ બનાવવામાં આવશે. આની સાથે જ માથાના મુગટની ઉપરના ભાગે મોટું છત્રની પણ રચના કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle