વિદેશની ધરતી પર વધુ એક ભારતીય યુવકની મોત- ઓસ્ટ્રલિયામાં અભ્યાસની સાથે સાથે ફૂડ ડિલિવરી કરતા અક્ષયનું મોત

Indian student dies Australia: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવા છે!’ આવી માનસિકતા(Indian student dies Australia) સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.’

વિદેશમાં અવાર-નવાર ગુજરાતીઓની હત્યા કે પછી અકસ્માતના કારણે મોતને ભેટતા હોવાની ઘટના બનતી હોય છે. સાથો-સાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ. એવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાંથી સામે આવી રહી છે.જેમાં એક અભ્યાસ કરવા ગયેલા યુવકનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે.22 વર્ષીય આ વિદ્યાર્થી અભ્યાસ કરવાની સાથે સાથે ફૂડ ડિલિવરીનું પણ કામ કરતો હતો.

ફેબ્રુઆરીમાં ગયો હતો ઓસ્ટ્રેલિયા
મળતી માહિતી અનુસાર,વિદ્યાર્થીનું નામ અક્ષય દીપક દોલતાની હતું જે મુંબઈનો રહેવાસી છે. દોલતાનીએ ઓસ્ટ્રેલિયાની મેક્વેરી યુનિવર્સિટીમાં કોમર્સમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે શિષ્યવૃત્તિ પણ મેળવી હતી અને તે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, અક્ષય દીપક દોલતાની ગયા અઠવાડિયે ન્યૂ સાઉથ વેલ્સમાં ક્યાંક ફૂડ ડિલિવરી કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની બાઇક એક કાર સાથે અથડાઈ હતી, અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું.

પોકેટમની માટે કરતો હતો ફૂડ ડિલિવરી
અક્ષય તેના ખર્ચને ઉઠાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત Uber Eats ડિલિવરી રાઇડર તરીકે કામ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ જણાવાયું છે કે અકસ્માત પછી અક્ષય દોલતાનીને રોયલ નોર્થ શોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ થોડા કલાકો પછી તેનું મોત નીપજ્યું હતું. અક્ષયના ભાઈએ જણાવ્યું છે કે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય સારું જીવન જીવવાનું હતું અને તેથી તે ઓસ્ટ્રેલિયા ગયો અને તે તેના પરિવારને વધુ સુવિધાઓ આપવા માંગતો હતો જેથી કરીને તેઓ સારી જીવનશૈલી જીવી શકે.

કંપનીનું આવ્યું નિવેદન
ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનના જણાવ્યા મુજબ, દોલતાનીના મૃત્યુ સાથે, ઑસ્ટ્રેલિયામાં 2017 થી ફૂડ ડિલિવરી બોય્સના મૃત્યુની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. બીજી તરફ Uber Eats એ જણાવ્યું છે કે તે ડિલિવરી કામદારોની સલામતી માટે પ્રતિબદ્ધ છે અને માર્ગ સલામતી વધારવા માટે તેની પાસે નીતિઓ છે. રિપોર્ટમાં કંપનીના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઑસ્ટ્રેલિયામાં, Uber Eats ડિલિવરી લોકોને તેમના માટે ખાસ ડિઝાઇન કરાયેલ સહાયતા પેકેજ દ્વારા આવરી લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *