Golden Tea Viral Video: ગરીબ મધ્યમ પરિવાર મોંઘવારીના જમાનામાં માંડ જીવન ગુજારે છે બીજી બાજુ દુનિયામાં એવા પણ લોકો રહે છે જે ૧ લાખ રુપિયાના એક કપ ચા પણ પીવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુબઇના એક લકઝરી કાફે વીથ રેસ્ટોરન્ટમાં ગોલ્ડન ટી (Golden Tea Viral Video) મળે છે જેની એક કપ ચાની ચુસકી લેવા માટે લાખ રુપિયા ચુકવવા પડે છે. નવાઇની વાત તો એ છે કે સોનાનો સ્નેકસ મળવાનો પણ દાવો કરવામાં આવે છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
1 લાખની ચા!
આ ઉપરાંત લકઝરી મેનુમાં ગોલ્ડન, આઇસક્રિમ અને ગોલ્ડન કોફીનો પણ સમાવેશ થાય છે. 1 લાખ રુપિયાની ચામાં 24 કેરેટ સોનાની પત્તી સાથે શુધ્ધ ચાંદી પણ કપમાં પીરસવામાં આવે છે. આ પ્રકારની ચા અને કોફી ગ્રાહકો ઘરે પણ લઇ જઇ શકે છે. કેફેના મેનુંમાં ગોલ્ડ વોટર અને ગોલ્ડ બર્ગરનો પણ સમાવેશ થાય છે.
એક ફૂડ બ્લોગરે મોંઘાદાટ રેસ્ટોરન્ટ અને તેની મોંઘીદાટ ચાનો વીડિયો શેર કરતા સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓને નવાઇ લાગી હતી.
દુબઈમાં 1 લાખ રૂપિયાની મળે છે ચા
દુબઈના એક કાફેમાં 24 કેરેટ ગોલ્ડ ટી મળે છે. અમે DIFC માં અમીરાત ફાઇનાન્સિયલ ટાવર્સમાં સ્થિત બોહો કાફે વિશે વાત કરી રહ્યા છીએ. તે ભારતીય મૂળની મહિલા સુચેતા શર્મા ચલાવે છે. આ કેફે તેની ‘ગોલ્ડ કડક’ ચા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જે 24 કેરેટ ગોલ્ડ લીફ સાથે પીરસવામાં આવે છે.
View this post on Instagram
વીડિયો પર થયો કમેન્ટ્સનો મારો
આ વીડિયોને અત્યાર સુધીમાં 90000 થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકોએ ખૂબ જ ફની કમેન્ટ્સ કરી છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું કહીશ, ‘ભાઈ, તમારે ચા પીવા માટે EMI કરાવવા પડશે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, અન્ય એક યુઝરે કહ્યું કે તે સોનું હોય કે ન હોય, તેને યુરિનમાં નીકળી જ જશે, તો અન્ય યુઝરે કહ્યું કે, દેખાદેખી અને લોકોને લૂંટવાનો જમાનો છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App