હવે છોડો પરીક્ષાની ચિંતા… IELTS વગર પણ જઇ શકાય છે કેનેડા! સરકારે આ ટેસ્ટને આપી મંજૂરી

Gujaratis In Canada: અમેરિકા અને કેનેડા જવાનો ગાંડો ક્રેઝ નીકળ્યો છે. ગમે તે પ્રકારે અમેરિકાને ઘરેણા જવું જ છે. 21 વર્ષની ઉંમર વટાવી દો એટલે દરેક યુવાને કેનેડા(Gujaratis In Canada) જવાની તીવ્ર ઈચ્છા ઉપડે છે. પરંતુ કેનેડા જવાના ખવાબ માટે લાખો ખર્ચી નાખનાર યુવાએ નથી જાણતા કે કેનેડા જવાનું સપનું કેટલું અયોગ્ય છે.

કારણકે દર વર્ષે હજારોની સંખ્યામાં ઇન્ડિયન યુવા કેનેડામાં જતા રહ્યા છે. કેનેડા જવા માટે ILTES ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. પરંતુ દરેક વ્યક્તિએ ILTES પાસ કરી શકતું નથી. કેટલાક લોકો એવા છે કે જે આ પરીક્ષા પાસ કરી  શકતા નથી.

પરંતુ જો ILTES ને કારણે તમારું કેનેડાનું ડ્રીમ અટક્યું હોય તો તમારે પાસે એક બીજો રસ્તો પણ છે ILTES વગર પણ તમે કેનેડા જઈ શકો છો.IELTS વગર પણ કેનેડા જઈ શકાય છે. કેનેડા સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટેના વીઝાના નિયમોમાં સતત ફેરફારો કરતુ રહે છે. જેમાંથી એક ફેરફાર છે TOEFL iBT સ્કોર. આ સ્કોર શું છે તે જાણી લઈએ.

વિદેશમાં અભ્યાસ માટે મહત્વની ગણાતી TOEFL હવે કેનેડાની સરકારે પણ માન્ય કરી દીધી છે. બહુ ઓછા લોકોને આ વસ્તુની ખબર હોય છે કે હવે આ પરીક્ષા પણ માન્ય ગણાય છે. કેનેડાએ અંગ્રેજીના ટેસ્ટ માટે નિયમોમાં એક ફેરફાર કર્યો છે. હવેથી કેનેડાનની સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS)માં હવે TOEFL ટેસ્ટના સ્કોરને પણ સ્વીકારવામાં આવશે.

અત્યાર સુધી કેનેડામાં પ્રવેશ મેળવવા માટે IELTS એ એકમાત્ર ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ વિકલ્પ હતો. પરંતુ બધા લોકો IELTS માં સારો સ્કોર મેળવી શક્તા નથી. જેને કારણે લોકોનું કેનેડા જવાનું સપનુ રગદોળાય છે. તેથી નવા નિયમ મુજબ, હવે 10 ઓગસ્ટ, 2023થી વિદ્યાર્થીઓ પોતાની SDS અરજીઓ માટે TOEFL iBT સ્કોરને મોકલી શકશે.

10 ઓગસ્ટ, 2023 થી ભારતીય વિદ્યાર્થીઓ માટે TOEFL iBT નો સ્કોર માન્ય ગણાશે. આ ફેરફારો 26 જુલાઈથી અમલમાં આવશે. સત્તાવાર જાહેરાત પ્રમાણે TOEFLની ટેસ્ટમાં અગાઉ એક ટૂંકું વાંચન સેક્શન રાખવામાં આવતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *