કોરોના મહામારીને કારણે દેશ અને વિશ્વના અર્થતંત્ર પર ખુબ જ ખરાબ અસર થઈ છે. આવી સ્થિતિમાં, બધા દેશોની સરકારો માટે અર્થતંત્રને મજબૂત રીતે આગળ ધપાવવું એક મોટો પડકાર છે. ભારતની અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતિ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે અને વિપક્ષનો આરોપ છે કે મોદી સરકારની ખોટી નીતિઓ અને કોરોનામાં કરવામાં આવેલ ગેરવહીવટને કારણે દેશનું અર્થતંત્ર બગડ્યું છે.
ત્યારે આ સમયને ધ્યાનમાં રાખીને હવે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે એક મોટી વાત કહી છે. શુક્રવારના રોજ એક નિવેદનમાં મનમોહનસિંહે કહ્યું છે કે, આગળનો સમય ખૂબ જ પડકારજનક છે. 1991 ના ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂરા થવાનાં વિશેષ પ્રસંગે મનમોહનસિંહે કહ્યું કે કોરોનાથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે આગળનો રસ્તો ખૂબ જ પડકારજનક લાગે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે એક રાષ્ટ્ર તરીકે ભારતે તેની પ્રાથમિકતાઓને ફરીથી નક્કી કરવી જોઈએ. જેથી પડકારરૂપ પરિસ્થિતિઓનો સામનો કરી શકાય.
તમને જણાવી દઈએ કે પૂર્વ પીએમ મનમોહનસિંહે તત્કાલિન વડા પ્રધાન નરસિમ્હા રાવના કાર્યકાળ દરમિયાન 24 જુલાઈ, 1991 ના રોજ નાણાં પ્રધાન તરીકે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતમાં આ બજેટને દેશના આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે.
Manmohan Singh says 1991 reforms unleashed spirit of free enterprise, road ahead more daunting
Read @ANI Story | https://t.co/oWa3O4GJMw#IndianEconomy pic.twitter.com/bMn7oEGCMQ
— ANI Digital (@ani_digital) July 23, 2021
મનમોહનસિંહે કહ્યું કે કોંગ્રેસે ભારતના મજબુત અર્થતંત્રનો પાયો નાખ્યો છે. વર્ષો પહેલા 1991 માં કોંગ્રેસ પાર્ટીએ ભારતના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ સુધારા શરૂ કર્યા હતા અને દેશની આર્થિક નીતિ માટે એક નવો માર્ગ બનાવ્યો હતો. તે પછી છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ સરકારો તે નીતિઓને અનુસરીને દેશના અર્થતંત્રને ત્રણ હજાર અબજ ડોલરમાં લઈ ગઈ. આજે તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.
મનમોહનસિંહનું વધુમાં કહ્યું કે અમારા માટે ગૌરવની વાત છે કે આ ત્રણ દાયકામાં આશરે 30 કરોડ નાગરિકો ગરીબીમાંથી બહાર આવ્યા અને કરોડો નવી નોકરીઓનું સર્જન થયું. મનમોહનસિંહે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઘણા સાથીદારો સાથે સુધારણાની આ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી હતી. મને ખુશી અને ગર્વ છે કે આપણા દેશમાં છેલ્લા ત્રણ દાયકામાં જબરદસ્ત આર્થિક પ્રગતિ થઈ છે. પરંતુ કોરોના મહામારીને કારને અર્થતંત્ર ભાંગી પડ્યું છે, જેને લઈને હું ખુબ જ દુઃખી છું.
સાથે જણાવતા કહ્યું છે કે, આ આનંદ કરવાનો અને ખુશી મનાવવાનો સમય નથી, પરંતુ આત્મમંથન અને વિચાર કરવાનો સમય છે, કારણ કે અહીંથી આગળનો રસ્તો 1991 ના કટોકટી કરતા વધુ પડકારજનક છે. એક રાષ્ટ્ર તરીકે આપણે આપણી પ્રાથમિકતાઓને ફરીથી નિર્ધારિત કરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.