આજકાલ પ્રાણીઓ(Animals)ની સંખ્યાઓમાં ઘટડો જોવા મળી રહ્યો છે ત્યારે એક નવા અભ્યાસ અનુસાર (According to the study)જાણવા મળ્યું છે કે વર્ષ 2012થી 2019ની વચ્ચે ભારતમાં ગધેડાઓની સંખ્યા(Number of donkeys)ઓમાં 61 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ ગધેડાઓની સંખ્યામાં ઘટડો થવા પાછળનું કારણ ટ્રાન્પોર્ટેશન(Transportation)માં ગધેડાઓનો ઓછો ઉપયોગ કરવો ચોરી, ગેરકાયદેસર(Illegal) ગધેડાઓનું કતલ (Killing)તેમજ ચાર માટે મેદાનોની અછત હોવાના પરિબળો જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વધુમાં જાણવા મળ્યું છે કે બ્રિટન સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થાના ભારત ખાતેના એકમ બ્રેક ઇન્ડિયા(બીઆઇ) દ્વારા એક અહેવાલ પણ તૈયાર કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે આ સંસ્થા (બીઆઇ) દ્વારા રાજસ્થાન, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તેમજ આંધ્ર પ્રદેશમાં આ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો તે અનુસાર જાણવા મળ્યું કે આ રાજ્યોમાં 2012થી 2019ની વચ્ચે ગધેડાઓની વસ્તીમાં મોટો ઘટાડો નોંધાયો છે.
વધુમાં આ અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સાક્ષરતા દરમાં વધારો તેમજ ઇંટોની ભટ્ટીઓમાં મશીનોનો વધતો જતો ઉપયોગ અને પરિવહનમાં ગધેડાઓને ઉપયોગમાં ઘટાડા જેવા પરિબળોના લીધે લોકો હવે ગધેડા પાળવાનું બંધ કરી દીધું છે. જેના કારણે હાલ ગધેડાઓની વસ્તીમાં મોટો ઘટાડો નોંધાયો છે. તેમજ છેલ્લા આઠ વર્ષના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં ગધેડાઓની સંખ્યાઓમાં 40 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
તેમજ આંધ્ર પ્રદેશમાં ગધેડાની સંખ્યાઓ ઘટીને 53.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ આ અભ્યાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું છે કે રાજસ્થાનમાં ગધેડાની સંખ્યાઓ ઘટીને 71.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાતમાં ગધેડાની સંખ્યા 70.94 ટકા તેમજ ઉત્તર પ્રદેશમાં તેની સંખ્યામાં 71.72 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને બિહારમાં 2012થી 2019ના સમયગાળા દરમિયાન ગધેડાઓની સંખ્યામાં 47.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.