ભારતની આર્થિક મંદી અસ્થાઈ, આગળ જતાં સુધારાની આશા: IMF ચીફ

આર્થિક મંદીના કારણે આલોચના સહન કરી રહેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની પ્રમુખ ક્રીષ્ટાલીના જોર્જિવાના હાલના નિવેદનથી થોડી રાહત મળશે.

જોવા જઈએ તો ક્રીષ્ટાલીના જોર્જિવા કહ્યું કે ભારતની આર્થિક મંદી અસ્થાયી છે અને આવનારા સમયમાં તેમાં સુધારાની આશા છે.ક્રીષ્ટાલીના જોર્જિવાએ વિશ્વ આર્થિક મંચ 2020 માં આ વાત કરી.ક્રીષ્ટાલીના જોર્જિવાએ ઊંચા આવતા બજારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હવે તે આગળ વધી રહ્યા છે.

તેમણે કહ્યું કે અમે એક ભારતના મોટા બજારમાં પડતી જોઈ છે. પરંતુ અમારું માનવું છે કે આ અસ્થાયી છે. અમને આવનારા સમયમાં તેમાં વૃદ્ધિનું અનુમાન છે. ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા કેટલાક અન્ય સારા બજારો પણ છે.ક્રીષ્ટાલીના જોર્જિવાના જણાવ્યા અનુસાર ઘણા આફ્રિકી દેશોમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ મેક્સિકો જેવા કેટલાક દેશો સારું પરફોર્મન્સ નથી.

ક્રીષ્ટાલીના જોર્જિવાનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે આઇએમએફએ હાલમાં ભારતની આર્થિક વ્યવસ્થામાં વધારાના અનુમાનને ખૂબ ઘટાડી દીધું છે. આઇએમએ કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો જીડીપી વધી ફક્ત 4.8 ટકા રહેશે.

ટ્રેડ વોર પૂરો થઈ જવાનો ફાયદો થયો છે.

આના સાથે જ ક્રીષ્ટાલીના જોર્જિવાએ કહ્યું કે 2019 માં જ્યારે આઈએમએફએ ગ્લોબલ ઈકોનોમી આઉટલુકની જાહેરાત કરી હતી તે સમયની તુલનામાં જાન્યુઆરી 2020માં દુનિયામાં સારી સ્થિતિ દેખાઈ રહી છે. તેમના જણાવ્યા અનુસાર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર પૂરો થઇ જતાં આખો માહોલ સકારાત્મક બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *