ભારત દેશનું પહેલું બુલેટટ્રેન સ્ટેશન સુરતમાં તૈયાર, જાણો ક્યારથી દોડશે ટ્રેન; જુઓ PHOTOS

Surat Bullet Train Station: ગુજરાતના સુરતમાં ભારતનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન (First Bullet Train Station) લગભગ તૈયાર છે. આવતા વર્ષે ટ્રાયલ રન પણ (Surat Bullet Train Station) શરૂ થશે. એવી પણ અપેક્ષા છે કે બુલેટ ટ્રેન 2029 સુધીમાં પાટા પર દોડવાનું શરૂ કરશે. સુરત નજીક 300 કિલોમીટર લાંબા વાયડક્ટનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે.

જેમાં 40 મીટર ફુલ-સ્પાન બોક્સ ગર્ડરનો પણ સમાવેશ થાય છે. રેલ્વે મંત્રી ઉપરાંત રાજ્ય પરિવહન મંત્રીએ પણ કેટલાક ફોટા અને માહિતી શેર કરી છે. રેલ્વે મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે આ 300 કિમી માળખામાંથી લગભગ 257.4 કિમી ‘ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (FSLM)’ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં 14 નદી પુલનો સમાવેશ થાય છે.

FSLM એ પુલ બાંધકામ તકનીક છે. જેમાં સમગ્ર બ્રિજ ડેક એક સમયે એક જ જગ્યાએ બનાવવામાં આવે છે. દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. આ પ્રોજેક્ટ 2017 માં શરૂ કરવામાં આવ્યો હતો. 14સપ્ટેમ્બર 2017 ના રોજ અમદાવાદમાં PM નરેન્દ્ર મોદી અને તત્કાલીન જાપાની વડાપ્રધાન શિન્ઝો આબેએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિમીનું અંતર માત્ર ત્રણ કલાકમાં પૂર્ણ કરશે. હાલમાં, સામાન્ય ટ્રેન દ્વારા આ મુસાફરી પૂર્ણ કરવામાં લગભગ આઠ કલાક લાગે છે. બુલેટ ટ્રેનની મહત્તમ ગતિ 320 પ્રતિ કલાક હશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સિંઘવીએ ‘X’ પર તસવીરો પોસ્ટ કરી અને લખ્યું કે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન આવતા વર્ષ સુધીમાં શરૂ થશે અને 2029 સુધીમાં સંપૂર્ણ સેવા શરૂ થવાની અપેક્ષા છે.

જાપાન બે બુલેટ ટ્રેન ભેટ આપશે
ગયા મહિને સમાચાર આવ્યા હતા કે જાપાન ભારતને બે શિંકનસેન ટ્રેન E5 અને E3 ભેટમાં આપશે. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, તેમની ડિલિવરી 2026 ની શરૂઆતમાં થઈ શકે છે. જાપાન હાલમાં શિંકનસેનની E10 શ્રેણી પર કામ કરી રહ્યું છે. અહેવાલ મુજબ, જાપાન અને ભારત 2030 ના દાયકાની શરૂઆતમાં E10 શ્રેણીની ટ્રેનો સંયુક્ત રીતે રજૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે. ભારતમાં, આ પ્રોજેક્ટની જવાબદારી ભારતીય રેલ્વેની પેટાકંપની નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRC) ને સોંપવામાં આવી છે.